World

ભારત આવતાં જહાજો હોર્મુઝમાં ગાયબ : રડારમાં પણ પકડાતાં નથી : ઈંધણ સપ્લાય પર અસર પડશે

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં તંગદિલી વધતા ભારત માટે ચિંતાજનક સમાચાર છે. પર્શિયન ગલ્ફમાંથી ભારત આવતા 73માંથી 45 જહાજોએ ઈરાનના સંભવિત હુમલાથી બચવા ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી દીધી છે. 1 મેથી 25 જૂન વચ્ચે આ જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટ્સ પાર કરતી વખતે પોતાની ઓળખ છુપાવી હતી. ભારતીય ધ્વજવાળા જહાજ 'સાનમાર હેરાલ્ડ' પર પણ હુમલો થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત આવતાં જહાજો હોર્મુઝમાં ગાયબ : રડારમાં પણ પકડાતાં નથી : ઈંધણ સપ્લાય પર અસર પડશે
  • દરેક કોમર્શિયલ જહાજો પોતાની ઓળખ અને લોકેશન માટે તથા ડેસ્ટિનેશન માહિતી આપવા ઓટોમેટીક આઈડેન્ટીફિકેશન પણ લગાડે છે
    નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં વધી રહેલી તંગદિલી વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. સમુદ્રીય જાસૂસી ડેટા ફર્મ 'કેપ્લર'ના આંકડા મુજબ પર્શિયન ગલ્ફમાંથી ભારત આવનારા મોટાભાગનાં વ્યાપારી જહાજો અને ઓઈલ ટેન્કર્સે ઈરાનના સંભવિત હુમલાથી બચવા પોતાની ટ્રેકિંગ સીસ્ટીમ બંધ કરી દીધી છે. સમુદ્રીય ભાષામાં તેને 'ગોઈંગ-ડાર્ક' કહેવામાં આવે છે.
    સામાન્ય રીતે દરેક કોમર્શિયલ જહાજ પોતાની ઓળખાણ, તત્કાલીન સ્થાન (લાઇવ-લોકેશન) અને ડેસ્ટીનેશનની માહિતી આપવા માટે ઓટોમેટિક આઈડેન્ટીફીકેશન સીસ્ટીમ ટ્રાન્સમોન્ડર્સ હંમેશા 'ઓન' રાખે છે. પરંતુ આ વખતે હોર્મુઝ સ્ટ્રેઇટસમાં ખતરો એટલો બધો વધી ગયો છે કે ૧લી મેથી ૨૫ જૂન વચ્ચે ભારત આવનારાં ૭૩ જહાજોમાંથી ૪૫ જહાજોને સ્ટ્રેટસ પાર કરતી વખતે પોતાનાં ટ્રાન્સમોન્ડર્સ સંપૂર્ણ રીતે બંધ રાખતાં હતાં જે તે જહાજો ઈરાનની નજરમાં ન આવે.
    ભારત સાથે પનામા, લાઇબેરિયા, યુએઈ અને માર્શલ આઈલોન્ડસના ધ્વજ ફરકાવતાં જહાજો પણ સામેલ છે. ભારત માટે માલસામાન અને ક્રૂડ ઓઈલ લઈ આવતાં જહાજો હોય છે. તે દરમિયાન ૪ પૈકી ૨ જહાજોએ પોતાની ઓળખાણ અને રૂટની માહિતી છૂપાવી રાખી. આ ખતરનાક માર્ગ પસાર કર્યો હતો.
    શિપીંગ પેટર્ન્સ પરથી જાણી શકાય છે કે જે દેશોને પશ્ચિમ તરફી અને ઈરાન વિરોધી માનવામાં આવે છે. તેના જહાજો ઉપર હુમલાનો સૌથી વધુ ભય રહેલો છે. તેથી તેઓ ઓમાન તરફી શીપીંગ લેનનો ઉપયોગ કરે છે, તેમજ ડરને લીધે પોતાનાં ટ્રાન્સપોન્ડર્સ બંધ રાખે છે. કેટલાક કિસ્સાઓમાં તો ઈરાન દ્વારા પરવાનગી મળી હોવા છતાં તે જહાજો ઉપર હુમલા થયા હોવાનું જાણવા મળ્યું છે.
    એપ્રિલના મધ્યમાં ભારતના ધ્વજવાળા એક વિશાળ ઓઈલ ટેન્કર 'સાનમાર હેરાલ્ડ' પર લાટક ટાપુ પાસે હુમલો થયો હતો. ત્યાં ઈરાની નૌકાદળ યાતા-યાત નિયંત્રિત કરે છે. આ જહાજના કેપ્ટને કહ્યું હતું કે આઈ.આર.જી.સી.ના નેવીને પહેલેથી જ અમને મંજૂરી અપાઈ હતી છતાં હુમલો થયો હતો.