For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુરોપમાં વધુ એક યુદ્ધના ભણકારાઃ સર્બિયાએ કોસોવો સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા

Updated: Dec 28th, 2022

યુરોપમાં વધુ એક યુદ્ધના ભણકારાઃ સર્બિયાએ કોસોવો સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા

- કોસોવોનો આરોપ છે કે સર્બિયા તેને હડપવાનો પ્રયાસ કરી રહ્યું છે

નવી દિલ્હી, તા. 28 ડિસેમ્બર 2022, બુધવાર

યુક્રેન યુદ્ધ બાદ યુરોપમાં વધુ એક યુદ્ધનો અણસાર આવી રહ્યો છ. દક્ષિણ-પૂર્વી યૂરોપીય દેશ સર્બિયા અને કોસાવો વચ્ચે તકરાર વધી ગઈ છે. સર્બિયાએ મોટી સંખ્યામાં સૈનિકોને કોસોવો સરહદે મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે. આ બાજુ ઉત્તરી કોસાવોમાં સર્બિયા સમુદાયના લોકોએ મિત્રોવિકા શહેરના રસ્તાઓ પર બેરિકેડ લગાવી દીધા છે.  

આ શહેર જાતીય આધાર પર વિભાજીત છે. ત્યાં કોસાવો સર્બ્સ અને જાતીય અલ્બેનિયનોમાં સંઘર્ષ થતો રહેતો હોય છે. ત્યાં જાતીય અલ્બેનિયનોની વસ્તી વધું છે. 

સર્બિયાના રક્ષા મંત્રી મિલોસ વ્યુસિચે એક નિવેદનમાં કહ્યું હતું કે, સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વ્યુસિકે સર્બિયન સેનાને લડાઈ તૈયારીના ઉચ્ચ સ્તરે એટલે કે સશસ્ત્ર દળોના ઉપયોગના સ્તરે સરહદ પર તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. તેમણે રોઈટર્સને જણાવ્યું કે રાષ્ટ્રપતિએ કોસોવો સરહદ પર સૈનિકોની સંખ્યા 1,500થી વધારીને 5,000 કરવાનો નિર્દેશ આપ્યો છે. 

તમને જણાવી દઈએ કે, વર્ષ 2008માં કોસોવો સર્બિયાથી સ્વતંત્ર થયું છે. ત્યારથી બંને દેશો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. કોસોવોનો આરોપ છે કે સર્બિયા રશિયાના ઈશારા પર કામ કરી રહ્યું છે અને તેને અસ્થિર કરીને હડપવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

ઝઘડો કેવી રીતે વધ્યો?

આઝાદી બાદ કોસોવો સર્બિયા પર રશિયાના ઈશારે કામ કરવાનો આરોપ લગાવી રહ્યું છે. 25 ડિસેમ્બરના રોજ બંને દેશોએ એક-બીજા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોસોવોનો આરોપ છે કે ફાયરિંગ સર્બિયા તરફથી થયેલી, જ્યારે સર્બિયાનો આરોપ છે કે કોસોવોમાં તૈનાત નાટોની નેતૃત્વવાળી આંતરરાષ્ટ્રીય સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ બગડ્યા હતા અને બંને વચ્ચે ચાલી રહેલી મડાગાંઠ હવે યુદ્ધના આરે પહોંચી ગઈ છે. 

જો આ દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાશે તો રશિયા અને નાટો સામ-સામે આવી જશે. ત્યારે ફરીથી લાંબા સમય સુધી ચાલતા યુદ્ધનો ભય વધુ ઉંડો બની શકે છે. 

Gujarat