Get The App

SCO સમિટમાં PM મોદી, પુતિન અને જિનપિંગ એકજૂટ દેખાયા, ટ્રમ્પને લાગશે મરચાં! ચીનની મોટી જાહેરાત

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
SCO સમિટમાં PM મોદી, પુતિન અને જિનપિંગ એકજૂટ દેખાયા, ટ્રમ્પને લાગશે મરચાં! ચીનની મોટી જાહેરાત 1 - image


SCO Summit News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. એવામાં ચીનના શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ પર સૌની નજરો ટકેલી છે. કારણ કે, અહીં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન મોદી એકસાથે જોવા મળ્યા છે. SCO સમિટના ઉદ્ઘાટન સમયે ત્રણેય દિગ્ગજ નેતાની મુલાકાતની તસવીરો સામે આવતા ટેરિફ વોર વચ્ચે આ તસવીર જોઈને અમેરિકાને મરચાં લાગે તેમ છે. 

આ પણ વાંચોઃ EVMનો વિરોધ, મેલ-ઇન-વોટિંગ પર બૅન, ચૂંટણી કાર્ડ દ્વારા જ મતદાન... ટ્રમ્પ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં!

ઉલ્લેખનીય છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં ભારત ઉપર 50 ટકાથી વધુ ટેરિફ લાદી દીધો છે. જોકે, મોદી સરકાર તેનો જવાબ આપવા માટે રશિયા અને ચીન તરફ મિત્રતાપૂર્ણ સંબંધોને મજબૂત કરવા માટે આગળ વધી રહી છે. ત્યારે એસસીઓ સમિટમાં ચીનના પ્રમુખ જિનપિંગ, ભારતના વડાપ્રધાન મોદી અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચે ઉષ્માભેર મુલાકાત થઈ હતી. 

આ પણ વાંચોઃ અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટના, એકસાથે લેન્ડિંગ કરવા જતા બે વિમાન ટકરાયા, 3ના મોત

ચીનના પ્રમુખે કરી મોટી જાહેરાત 

એસસીઓ શિખર સંમેલમાં ચીનના પ્રમુખ શી જિનપિંગે જાહેરાત કરી હતી કે, આ વર્ષે શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશનના સભ્ય દેશોને 281 મિલિયન અમેરિકન ડૉલરની ગ્રાન્ટ આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, આ મદદ સભ્ય દેશોની આર્થિક અને વિકાસ સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હશે.

Tags :