EVMનો વિરોધ, મેલ-ઇન-વોટિંગ પર બૅન, ચૂંટણી કાર્ડ દ્વારા જ મતદાન... ટ્રમ્પ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં!
Donald Trump: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ તમામ ચૂંટણી માટે મતદાર ઓળખ પત્ર ફરજિયાત બનાવવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરશે. ટ્રમ્પે શનિવારે (30 ઓગસ્ટ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને કહ્યું કે, 'દરેક મતદાર પાસે મતદાર ઓળખપત્ર હોવું જોઈએ. કોઈ અપવાદ નહીં! હું આ માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કરીશ!'
મેલ-અન વોટિંગ પર પ્રતિબંધની માંગ
જોકે, ટ્રમ્પે આ આદેશ વિશે અન્ય કોઈ જાણકારી નથી આપી. તેમણે મેલ-અન વોટિંગ (ડાક દ્વારા મતદાન)ને પ્રતિબંધિત કરવાની પોતાની ઈચ્છાનું પુનરાવર્તન કર્યું હતું. આ સિવાય એ લોકો જે ખૂબ બીમાર છે અથવા દૂર સૈન્ય સેવામાં છે, તેમના વોટિંગ મશીનનો પણ વિરોધ કરવામાં આવ્યો.
ચૂંટણી કાયદાઓને પ્રભાવિત કરવાના પ્રયાસો
આ જાહેરાત ટ્રમ્પના ચૂંટણી કાયદાઓને પ્રભાવિત કરવાના ટ્રમ્પના પ્રયાસોને દર્શાવે છે. ટ્રમ્પ આ માટે એક્ઝિક્યુટિવ ઓર્ડરનો ઉપયોગ કરશે. બંધારણ અમેરિકન પ્રમુખને ચૂંટણીઓનું નિયમન કરવા માટે કોઈ સ્પષ્ટ સત્તા આપતું નથી. બંધારણ મુજબ, રાજ્યો પાસે ચૂંટણી નિયમો નક્કી કરવાની, મતદાન પર દેખરેખ રાખવાની અને છેતરપિંડી અટકાવવાની સત્તા છે. એવામાં ટ્રમ્પ દ્વારા ચૂંટણી સંબંધિત કોઈપણ કાર્યકારી આદેશને કાનૂની પડકારનો સામનો કરવો પડી શકે છે. નોંધનીય છે કે, ટ્રમ્પ અને તેમના સહયોગીને નવેમ્બર 2026માં થતી મધ્યસ્થ ચૂંટણી પહેલા કોઈપણ પ્રકારે ફાયદો મેળવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. ટ્રમ્પ લાંબા સમયથી મેલ-ઇન-વોટિંગનો વિરોધ કરી રહ્યા છે.
અમેરિકાની ચૂંટણીમાં છેતરપિંડી?
2020ની ચૂંટણીમાં જો બાઇડેનને હરાવ્યા બાદ તેમણે દાવો કર્યો હતો કે, મેલ-ઇન-વોટિંગથી છેતરપિંડી થાય છે. માર્ચમાં ટ્રમ્પે કાર્યકારી આદેશ પર સહી કરીને ફેડરલ ઇલેક્શનમાં મતદાન માટે અમેરિકન નાગરિકતાનું સરકારી પ્રમાણ બતાવવું અનિવાર્ય કરી દીધું હતું. આ આદેશને કોર્ટમાં પડાકરવામાં આવ્યો અને એક ફેડરલ ન્યાયાધીશે જૂનમાં આદેશની સત્તાવાર જોગવાઈ પર રોક લગાવી દીધી.