World

UAEનું દેવું ચૂકવવા પાકિસ્તાને ફરી ફેલાવ્યો હાથ, સાઉદી અને કતાર આપશે 5 અરબ ડોલર

By GS TEAM
12 Apr 20262 mins read
TukuTouch Logo
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને સંયુક્ત આરબ અમીરાત (UAE)ને દેવું ચુકવવાનો સમય નજીક આવી ગયો છે, ત્યારે પાકિસ્તાને હાથ લંબાવ્યા બાદ સાઉદી અરેબિયા અને કતાર તેની મદદે આવ્યા છે. બંને દેશો પાકિસ્તાનને લગભગ પાંચ અબજ ડૉલર (રૂ.42,000 કરોડ રૂપિયા)ની આર્થિક મદદ કરવાના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

UAEનું દેવું ચૂકવવા પાકિસ્તાને ફરી ફેલાવ્યો હાથ, સાઉદી અને કતાર આપશે 5 અરબ ડોલર

Pakistan-UAE Debt Repayment : આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને સંયુક્ત આરબ અમીરાત (UAE)ને દેવું ચુકવવાનો સમય નજીક આવી ગયો છે, ત્યારે પાકિસ્તાને હાથ લંબાવ્યા બાદ સાઉદી અરેબિયા અને કતાર તેની મદદે આવ્યા છે. બંને દેશો પાકિસ્તાનને લગભગ પાંચ અબજ ડૉલર (રૂ.42,000 કરોડ રૂપિયા)ની આર્થિક મદદ કરવાના છે. 

પાકિસ્તાન પર UAEનું કેટલું દેવું?

મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાને આ મહિનાના અંત સુધીમાં UAEને 3.5 અબજ ડૉલર (લગભગ રૂ.29,400 કરોડ રૂપિયા)નું દેવું ચુકવાનું છે. પાકિસ્તાનમાં ઘટી રહેલા વિદેશી મુદ્રા ભંડારના કારણે આ દેવું તેના પડકાર બનીને ઉભું હતું, જોકે હવે સાઉદી અરેબિયા અને કતરે પાકિસ્તાનની વહારે આવીને તેની ચિંતા દુર કરી છે.

આ પણ વાંચો : ‘અમને અમેરિકા પર વિશ્વાસ નથી’ ઈસ્લામાબાદમાં મંત્રણા નિષ્ફળ ગયા બાદ ઈરાનના સ્પીકરનું નિવેદન

પાકિસ્તાન સહાય માટે IMF અને વર્લ્ડ બેંક પાસે પહોંચ્યું

પાકિસ્તાની નાણાં મંત્રાલયના સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં કહેવાયું છે કે, બંને દેશોની આર્થિક મદદ પાકિસ્તાનના નબળા પડેલા વિદેશી મુદ્રા ભંડાર પરનું દબાણ ઘટાડી શકે છે. નાણાં મંત્રી મુહમ્મદ ઔરંગજેબ હાલ અમેરિકાની મુલાકાતે છે. તેઓ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન પહોંચી ગયા છે. આ બેઠક 13થી 18 એપ્રિલ સુધી યોજાવાની છે, જેમાં પાકિસ્તાનને નાણાંકીય સહાય આપવા માટે ચર્ચા થવાની સંભાવના છે.

યુએઈને દેવું ચુકવી દઈશું : પાકિસ્તાન સરકાર

બે દેશોની સહાય બાદ તાત્કાલીક નાણાંકીય જરૂરીયાતનો સામનો કરી રહેલા પાકિસ્તાને રાહત મળશે. પાકિસ્તાન સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ એપ્રિલના અંત સુધીમાં યુએઈને 3.5 અબજ ડૉલરનું દેવું ચુકવી દેશે. પાકિસ્તાન પર યુએઈનું દેવું 2018થી સતત વધતું જઈ રહ્યું હતું, જોકે હવે પાકિસ્તાન સરકાર તે ચુકતે કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ઈરાન સમર્થક દેશમાં રાષ્ટ્રપતિ બદલાયા, સંકટગ્રસ્ત દેશની સંભાળશે કમાન