Get The App

સીઝફાયર ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે થયું હતું, અમેરિકામાં વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
સીઝફાયર ભારત-પાકિસ્તાનના DGMO વચ્ચે થયું હતું, અમેરિકામાં વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન 1 - image


S Jaishankar: વિદેશ મંત્રી એસ.જયશંકરે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ પર ફરી સ્પષ્ટતા આપતા આખી સ્થિતિ સમજાવી છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ક્વૉડ વિદેશ મંત્રીઓ સાથે સંમેલન બાદ પત્રકારો સાથે વાત કરતા જયશંકરે કહ્યું કે, તે સમયે જે પણ થયું તેનો રેકોર્ડ ખૂબ જ સ્પષ્ટ છે અને યુદ્ધ વિરામ બંને દેશોના ડીજીએઓ વચ્ચે વાતચીત બાદ કરાયું હતું. 



ટ્રમ્પના દાવાને નકાર્યો

આ સાથે જ ભારતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને પણ નકારી દીધો કે, અમેરિકાએ વેપારના નામે બે દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હતો. જોકે, ભારત તરફથી સતત કહેવા છતા ટ્રમ્પ આ યુદ્ધવિરામનો શ્રેય લેવાનો મોહ છોડી નથી રહ્યા. ટ્રમ્પને જ્યાં તક મળે છે તે આ વાતનો ઉલ્લેખ જરૂર કરે છે કે, તેમણએ પરમાણુ સંપન્ન બે પાડોશીઓ વચ્ચે યુદ્ધ રોકાવી દીધું છે. ટ્રમ્પ અનેકવાર આ વાતનું પુનરાવર્તન કરી ચુક્યા છે. 

આ પણ વાંચોઃ અમેરિકા પાસે હથિયારો ખૂટ્યાં? યુક્રેન-ઈઝરાયલ જેવા યુદ્ધગ્રસ્ત દેશોને સપ્લાય અટકાવ્યો

ક્વોડ સમિટ બાદ વોશિંગ્ટનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે આ તમામ મુદ્દે જવાબ આપ્યા હતા. વિદેશમાં એસ. જયશંકરે કહ્યું કે, 'આજે પણ ભારત-અમેરિકાના સંબંધોમાં ભારત-અમેરિકા જ સેન્ટ્રલ ફેક્ટર છે. આપણે એક મોટો દેશ છીએ. દુનિયાની પાંચ મોટી અર્થવ્યવસ્થાઓમાંથી એક છીએ. આપણી જનસંખ્યા સૌથી વધુ છે. આપણો પ્રભાવ વધી રહ્યો છે. આપણી અંદર એ આત્મવિશ્વાસ હોવો જોઈએ.'


યુદ્ધવિરામ પર શું કહ્યું?

યુદ્ધવિરામ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, 'એ સમયે જે થયું તેનો રેકોર્ડ ખૂબ જ સ્પષ્ટ છે, યુદ્ધવિરામને બે દેશના ડીજીએમઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.'

આતંકવાદ પર વિશ્વની પ્રતિક્રિયા પર જયશંકરનો જવાબ

આતંકવાદના સવાલ પર તેમણે કહ્યું કે, 'આ એક ફેક્ટ છે કે, અનેક દેશ આતંકવાદ માટે એ દ્રષ્ટિકોણ નથી રાખતા જે તેનો શિકાર થયેલા દેશનો હોય છે, પરંતુ જો આ આતંકવાદનો શિકાર તે દેશ ખુદ બને તો તેનો દ્રષ્ટિકોણ અને સ્ટેન્ડ બદલાઈ જાય છે.' 

આ પણ વાંચોઃ અમેરિકામાં વધુ એક ભારતીય જ્વેલર્સ સ્ટોર પર લૂંટારૂ ત્રાટક્યા, મિનિટોમાં લાખોના દાગીના સાથે ફરાર

પાકિસ્તાને કરી વિનંતી

જણાવી દઈએ કે, ભારતે અનેક વાર એ વાત પર ભાર મૂક્યો છે કે, ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સાથે યુદ્ધ બંધ કરાવવામાં અમેરિકા કે અન્ય કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નહતી. ભારત દ્વારા 9-10 મેના દિવસે પાકિસ્તાનના અનેક એરબેઝ પર હુમલો કર્યા બાદ પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતીય ડીજીએમઓ સમક્ષ યુદ્ધવિરામની રજૂઆત કરી હતી. ત્યારબાદ બંને દેશ યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. 

18 જૂને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ હતી. આ વાતની જાણકારી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પણ આ જ વાત કહી હતી. 

તેમણે આ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, 'આ આખાય ઘટનાક્રમ દરમિયાન કોઈપણ સ્તરે ભારત-અમેરિકા વેપાર કરાર અથવા ભારત અને પાકિસ્તાન વચ્ચે અમેરિકા દ્વારા મધ્યસ્થતાના કોઈ પ્રસ્તાવ પર ચર્ચા નથી થઈ, સૈન્ય કાર્યવાહી રોકવાની ચર્ચા ભારત અને પાકિસ્તાન વચ્ચે બંને સશસ્ત્ર દળો વચ્ચેના સંદેશાવ્યવહારના હાલના માધ્યમો દ્વારા સીધી થઈ હતી અને આ પહેલ પાકિસ્તાનની વિનંતી પર કરવામાં આવી હતી. ભારત-પાકિસ્તાનના કોઈપણ મુદ્દે ભારત ક્યારેય મધ્યસ્થતા નહીં સ્વીકારે.'


Tags :