For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રશિયાના વિદ્યાર્થીએ વાઈ ફાઈ નેટવર્કનુ નામ 'યુક્રેન' રાખ્યુ, કોર્ટે 10 દિવસની જેલની સજા ફટકારી

Updated: Mar 10th, 2024

રશિયાના વિદ્યાર્થીએ વાઈ ફાઈ નેટવર્કનુ નામ 'યુક્રેન' રાખ્યુ, કોર્ટે 10 દિવસની જેલની સજા ફટકારી

Image Source: Freepik

મોસ્કો,તા.10.માર્ચ.2024 રવિવાર

યુક્રેન સાથે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે રશિયામાં આમ નાગરિકો જો સરકારની યુધ્ધ છેડવા બદલ ટીકા કરે તો તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં ભણતા એક વિદ્યાર્થીને પણ પુતિન સરકારની તાનાશાહીપૂર્ણ નીતિનો અનુભવ થયો છે.આ વિદ્યાર્થીએ પોતાના વાઈ ફાઈ નેટવર્કના નામમાં યુક્રેનનો ઉપયોગ કર્યો હતો.તેણે નેટવર્કનુ નામ સ્લાવા યુક્રેની રાખ્યુ હતુ...જેનો અર્થ થાય છે કે યુક્રેનની જય હો.. સ્લાવા યુ્ક્રેની સ્લોગન યુક્રેનની સેનાનો પણ નારો છે.

આ વાતની જાણકારી સામે આવ્યા બાદ વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવામાં આવી હતી.કોર્ટે આ વિદ્યાર્થીને 10 દિવસની જેલની સજા ફટકારી છે.કોર્ટનુ કહેવુ છે કે, વિદ્યાર્થીએ નેટવર્કના નામમાં યુક્રેનનો નારો રાખીને  નાઝી સિમ્બોલનુ જાહેર પ્રદર્શન કર્યુ છે.

યુક્રેન સાથે રશિયાએ યુધ્ધ શરુ કરે બે વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે અને આ સમયગાળામાં યુધ્ધ વિરોધી જાહેર પ્રદર્શનો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.યુક્રેન સાથે જંગની નીતિનો વિરોધ કરનાર રશિયાની જાણીતી હસ્તીઓને પણ કોર્ટમાં સજા ફટકારવામાં આવી હોય તેવા કિસ્સા અગાઉ બની ચુકયા છે.

Gujarat