Get The App

યુક્રેનના ટર્નોપિલ શહેર પર રશિયાનો સૌથી મોટો ડ્રોન હુમલો, 6 બાળકો સહિત 25 લોકોના મોત

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
યુક્રેનના ટર્નોપિલ શહેર પર રશિયાનો સૌથી મોટો ડ્રોન હુમલો, 6 બાળકો સહિત 25 લોકોના મોત 1 - image
Image Source: Volodymyr Zelenskyy/X

Russia Attack on Ukraine: રશિયાએ યુક્રેનના ટર્નોપિલ શહેરમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા. હુમલામાં અત્યાર સુધીમાં 4 બાળકો સહિત 25 લોકોના મોત થયા છે. યુક્રેનના આંતરિક મંત્રાલયે જણાવ્યું કે, હુમલામાં 125 લોકો ઘાયલ થયા છે, જેમાં 15 બાળકો સામેલ છે. ફેબ્રુઆરી 2022થી શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદ આ પશ્ચિમી યુક્રેનમાં સૌથી ઘાતક હુમલામાંથી એક મનાય રહ્યો છે.

આ હુમલો રાત્રિના સમયે થયો, જેમાં ટર્નોપિલના બે નવ માળના એપાર્ટમેન્ટ બિલ્ડિંગ્સને નિશાન બનાવવામાં આવી. આંતરિક મંત્રી ઇગોર ક્લિમેંકોએ કહ્યું કે, ઇમરજન્સી ટીમ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ કરી રહી છે. પ્રાથમિક રિપોર્ટમાં ઓછામાં ઓછા 37 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ હતા, જેમાં 12 બાળકો સામેલ હતા.

રશિયાએ 476 ડ્રોન અને 48 મિસાઈલો છોડી

યુક્રેની વાયુસેનાના અનુસાર, રશિયાએ યુક્રેનના ઠેકાણાઓ પર 476 સ્ટ્રાઇક અને ડિકોય ડ્રોન અને 48 અલગ અલગ પ્રકારની મિસાઈલો છોડી. રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી એ કહ્યું કે, સામાન્ય લોકો પર દરેક હુમલો એ બતાવે છે કે રશિયા પર યુદ્ધ રોકવાનું દબાણ કામ નથી કરી રહ્યું.

આ પણ વાંચો: NASAMS મિસાઇલ્સનું યુક્રેનમાં પરીક્ષણ થઈ ચૂક્યું છે હવે તે તાઇવાનને આપવા નિર્ણય

કૂટનીતિક પ્રયાસ અને વાતચીત

ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેઓ તૂર્કિયેના રાષ્ટ્રપ્રમુખ રઝબ તૈય્યપ એર્દોગનને મળશે. તેમને ઉદ્દેશ્ય રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારવા અને શાંતિ સ્થાપવાનો છે. તેઓ તૂર્કિયેમાં શાંતિ સુનિશ્ચિત કરવાની રસ્તાઓ પર ચર્ચા કરશે.

યુક્રેનના અન્ય વિસ્તારોમાં પણ હુમલા થયા

યુક્રેનના અન્ય વિસ્તારોમાં પણ રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા. રોમાનિયા અને પોલેન્ડે પોતાના હવાઈ ક્ષેત્રની સુરક્ષા માટે ફાઈટર જેટ્સ તૈનાત કર્યા છે. રોમાનિયામાં બે યુરો ફાઇટર ટાઇફૂન અને બે F-16 વિમાનોએ ઉડાન ભરી. પોલેન્ડમાં એરપોર્ટ્સ રાત્રે બંધ કરી દેવાયા.

આ પણ વાંચો: લેબેનોન સ્થિત પેલેસ્ટાઇન રેફ્યુજી કેમ્પ પર ઇઝરાયેલ એર સ્ટ્રાઇક : 13નાં મોત, અનેક ઘાયલ

ખાર્કિવમાં રશિયાના ડ્રોન હુમલામાં 46 લોકો ઘાયલ થયા, જેમાં બે યુવતીઓ સામેલ હતી. ડ્રોને અનેક મકાનો, એમ્બ્યુલન્સ સ્ટેશન, સ્કૂલ અને અન્ય નાગરિક બાંધકામોને નુકસાન પહોંચાડ્યું.

યુક્રેને રશિયા પર ATACMS મિસાઈલો છોડી

રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રીના અનુસાર, યુક્રેને વોરોજનેજ શહેર પર ચાર અમેરિકન ATACMS મિસાઈલો છોડી. તમામ મિસાઈલો ઇન્ટરસેપ્ટ કરી લેવાઈ, પરંતુ તેનો કાટમાળ એક અનાથાશ્રમ અને જેરેનોલોજી સેન્ટર પર પડ્યો. હુમલામાં કોઈપણ રશિયાના નાગરિકનું મોત નથી થયું.

Tags :