લેબેનોન સ્થિત પેલેસ્ટાઇન રેફ્યુજી કેમ્પ પર ઇઝરાયેલ એર સ્ટ્રાઇક : 13નાં મોત, અનેક ઘાયલ

- ઇઝરાયેલ શાંતિને જાકારો આપે છે
રામલ્લાહ (વેસ્ટ બેઝ) : મધ્યપૂર્વમાં તંગદિલી તો પ્રસરી જ રહી છે. તેવામાં લેબેનોનનાં ભૂમધ્ય સમુદ્રનાં તટે રહેલાં સીડોન પાસેના ઐન એલ હીલવેર રેફ્યુજી કેમ્પ પર ઇઝરાયલે ડ્રોન વિમાન દ્વારા કરેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૩નાં મૃત્યુ થયાં છે. અનેક ઘાયલ થયા છે. તેમ લેબેનોનની નેશનલ ન્યૂઝ એજન્સી પેલેસ્ટાઇની આરોગ્ય મંત્રાલયે ટાંકતાં જણાવે છે.
આ એરસ્ટ્રાઈક થતાં લગભગ નિરાધાર તેવા પેલેસ્ટાઇનીઓમાં અફડા તફડી મચી ગઈ હતી.
આ અંગે ઇઝરાયલી સેના જણાવે છે કે વાસ્તવમાં અમે તે કેમ્પની બાજુમાં આવેલાં કમ્પાઉન્ડ ઉપર હુમલો કર્યો હતો. આ કંપાઉન્ડનો ઉપયોગ આતંકીઓને શસ્ત્ર તાલિમ આપવા થઇ રહ્યો છે તેથી અમે તે સ્થળે કે તેવાં કોઈપણ સ્થળે હુમલા કરતા જ રહીશું.
છેલ્લાં બે વર્ષ દરમિયાન લેબેનોન ઉપર ઇઝરાયલે હવાઈ હુમલા કરે જ રાખ્યા છે અને પેલેસ્ટાઇનીઓમાં યુદ્ધખોર આતંકીઓને સમજણ નથી કે યુદ્ધખોરીથી તેમને જ નુકશાન થાય છે.

