For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રશિયાના 12000 સૈનિકોના મોત, 317 ટેન્કો પણ તબાહઃ યુક્રેનનો નવો દાવો

Updated: Mar 9th, 2022

રશિયાના 12000 સૈનિકોના મોત, 317 ટેન્કો પણ તબાહઃ યુક્રેનનો નવો દાવો

કીવ, તા. 9. માર્ચ. 2022 બુધવાર

રશિયા અને યુક્રેન વચ્ચેના જંગમાં યુક્રેને હવે નવો દાવો કરીને કહ્યુ છે કે, નવ માર્ચ સુધીમાં 12000 રશિયન સૈનિકોના મોત થયા છે.

યુક્રેનની સેનાએ કહ્યુ હતુ કે, રશિયાને ભારે નુકસાન ઉઠાવવુ પડયુ છે.રશિયન સેનાના 371 ટેન્ક, 1070 બખ્તરિયા વાહનો, 120 આર્ટિલરી સિસ્ટમ, 28 એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી દેવામાં આવી છે.

યુક્રેનનુ કહેવુ છે કે, રશિયાએ અત્યાર સુધીમાં 49 એરક્રાફટ તેમજ 81 હેલિકોપ્ટર પણ ગુમાવ્યા છે.3 રશિયન જહાજોને પણ તબાહ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, યુક્રેન પરના આક્રમણના કારણે યુક્રેનના લોકો પણ મોટા પાયે દેશ છોડી રહ્યા છે.અત્યાર સુધીમાં 20 લાખ લોકો અન્ય દેશોમાં આશરો લઈ ચુકયા છે.

યુક્રેન અને રશિયા વચ્ચેના જંગને 14 દિવસ થઈ ગયા છે.જોકે હજી સુધી યુક્રેનની રાજધાની કીવ પર રશિયાનો સંપૂર્ણપણે કબ્જો થઈ શક્યો નથી.

Gujarat