Get The App

રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષ બાદ વાતચીત, પુતિનની ગેરહાજરી પર ઉઠ્યા સવાલ

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષ બાદ વાતચીત, પુતિનની ગેરહાજરી પર ઉઠ્યા સવાલ 1 - image


Russia-Ukraine War : રશિયા-યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને બંધ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જોકે દર વખતે બંને દેશો વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ હોવાનું સાબિત થઈ રહ્યું છે. આજે બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા સ્થાપવા માટે તુર્કેઈની રાજધાની ઈસ્તંબુલમાં બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) ગેરહાજર રહેલા અનેક સવાલો ઉઠવાના શરૂ થઈ ગયા છે. બેઠક માટે પુતિને પોતે આવવાના બદલે વરિષ્ઠ અધિકારીઓને મોકલ્યા હતા, જેના કારણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) નારાજ થયા છે.

બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ આવ્યા

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ થાય તે માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ટ્રમ્પના પ્રયાસના ભાગરુપે જ તુર્કેઈમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓ પણ અહીં આવી પહોંચ્યા હતા. બેઠકમાં તુર્કેઈના વિદેશમંત્રી હકાન ફિદાન પણ ઉપસ્થિત રહ્યા હતા. 

પુતિન ન આવ્યા ને અધઈકારીઓને મોકલ્યા

પ્રમુખ પુતિન તો સ્વયં ઉપસ્થિત રહ્યા ન હતા, પરંતુ તેઓએ રશિયન પ્રતિનિધિ મંડળમાં વ્લાદીમીર મેડીન્સ્કી, નાયબ વિદેશ મંત્રી મિસાઈલ ગાલુઝિન, નાયબ સંરક્ષણ મંત્રી, એલેકઝાંડર ફોમિન અને રશિયન આર્મ્ડ ફોર્સીસની મેઈન ડીરેકટરેસના વડા ઈગોર કોસ્યુકોવને મોકલ્યા હતા. ઉપરાંત ફર્સ્ટ ડેપ્યુટી હેડ ઓફ ધ જનરલ સ્ટાફ ઈર્ન્ફમેશન ડીપાર્ટમેન્ટ ડેપ્યુટી હેડ ઓફ પ્રેસિડેન્શ્યલ ડીરેકરટરેટ ફોર હ્યુમેનિટેરિયન પોલીસી એલેક્સી એલેક્સી પોલિચ્યુક અને ડીફેન્સ મીનિસ્ટ્રીનો ઈન્ટરનેશનલ મિલીટરી કો-ઓપરેશનની ડીરેકટરોના ડેપ્યુટી હેડ, વિક્ટર શેવત્સોવ પણ છે. આ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ વ્લાદીમીર મેડીન્સ્કી કરે છે.

ઝેલેન્સ્કીને રશિયાના ઈરાદાઓ પર શંકા

પુતિનની ગેરહાજરી પર ઝેલેન્સ્કીએ રશિયાના ઈરાદાઓ અંગે શંકા વ્યક્ત કહ્યું હતું કે, યુક્રેન પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે અને રશિયા પ્રતિનિધિ મંડળમાં કોને મોકલે છે, તે જોઈ રહ્યું છે. પરંતુ રશિયા તરફથી મળતા સંકેતો વિશ્વસનીય નથી.

આ પણ વાંચો : ઈઝરાયલનો ગાઝા પર ફરી ભયાનક હુમલો, 93ના મોત, અનેક લોકો કાટમાળ નીચે દબાયા

શું યુદ્ધનો અંત આવશે?

યુદ્ધવિરામની આશા પહેલાથી જ ઓછી હતી, પરંતુ ગુરુવારે જ્યારે ટ્રમ્પે કહ્યું કે, તેમની અને પુતિન વચ્ચેની મુલાકાત વિના કોઈ પ્રગતિ થશે નહીં, ત્યારે હવે યુદ્ધવિરામની આશાઓ નહિવત દેખાઈ રહી છે. મધ્ય પૂર્વનો પ્રવાસ પૂર્ણ કરીને અમેરિકા પરત ફરતી વખતે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, તેઓ આની વ્યવસ્થા કરી લેશે, રશિયન નેતા સાથે મુલાકાત કરશે.

યુક્રેનની તાત્કાલિક યુદ્ધવિરામની માંગ

યુક્રેનિયન પ્રતિનિધિમંડળના વડાએ તેમના દેશની પ્રાથમિકતાઓ સમજાવતા કહ્યું કે, શાંતિ ત્યારે જ શક્ય છે, કે જ્યારે રશિયા 30 દિવસનું યુદ્ધવિરામ જાહેર કરે, અપહરણ કરાયેલા યુક્રેનિયન બાળકો પરત કરે અને તમામ યુદ્ધ કેદીઓની અદલા બદલી કરવા સંમત થાય.

રશિયાનો યુક્રેન પર આક્ષેપ

રશિયાનું કહેવું છે કે, તે રાજદ્વારી માધ્યમથી યુદ્ધનો અંત લાવવા માંગે છે અને યુદ્ધવિરામ પર ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ તેણે અનેક પ્રશ્નો અને ચિંતાઓ ઉભી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેન આ વિરામનો ઉપયોગ તેના દળોને આરામ આપવા, વધારાના સૈનિકોને એકત્ર કરવા અને વધુ પશ્ચિમી શસ્ત્રો મેળવવા માટે કરી શકે છે.

આ પણ વાંચો : ‘આટલી જ ચિંતા હોય તો પોતે કેમ કશું નથી કરતાં?’, રોહિંગ્યાઓને શરણ આપવાની માગ પર સુપ્રીમ કોર્ટની ફટકાર

Tags :