Get The App

ઈઝરાયલનો ગાઝા પર ફરી ભયાનક હુમલો, 93ના મોત, અનેક લોકો કાટમાળ નીચે દબાયા

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
ઈઝરાયલનો ગાઝા પર ફરી ભયાનક હુમલો, 93ના મોત, અનેક લોકો કાટમાળ નીચે દબાયા 1 - image


Israel-Hamas War : હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઈઝરાયલે ગાઝા પર ફરી ભયાનક હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 93 લોકોના મોત થયા હોવાના તેમજ અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

અનેક લોકો ઈજાગ્રસ્ત, 93ના મોત થયાની પુષ્ટી

મીડિયા રિપોર્ટ મુજબ એક પત્રકારે ઈન્ડોનેશિયન હૉસ્પિટલમાં 93 મૃતદેહોની ગણતરી થઈ હોવાની પુષ્ટી કરી છે. જ્યારે ઈજાગ્રસ્તો અને બચાવ કર્મચારીઓએ કહ્યું કે, અનેક લોકો કાટમાળ નીચે દબાયા છે.

ત્રણ દિવસમાં 217ના મોત

ઈઝરાયલે ગાઝા પર સતત ત્રીજા દિવસે ઘાતક હવાઈ હુમલા કર્યા છે. આ પહેલા તેણે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેર પર ગુરુવારે (15 મે) ભયાનક હુમલા કર્યા હતા, જેમાં 54 લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે બુધવારે (14 મે) ઉત્તર અને દક્ષિમ ગાઝામાં કરાયેલા હુમલામાં બે ડઝન બાળકો સહિત 70 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો : મમતા સરકારને ઝટકો, બંગાળમાં સરકારી કર્મચારીઓને 25% DA આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ

ઈઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં 53000 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે, સાત ઑક્ટોબર-2023ના રોજ હમાસે દક્ષિણ ઈઝરાયલ પર હુમલો કરી 1200 લોકોને મારી નાખ્યા હતા. જવાબમાં ઈઝરાયલ ગાઝામાં સતત લશ્કરી કાર્યવાહી કરી હમાસના આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં લગભગ 53,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાખો લોકોને વિસ્થાપિત થવા મજબૂત થવું પડ્યું છે.

આ પણ વાંચો : ‘આટલી જ ચિંતા હોય તો પોતે કેમ કશું નથી કરતાં?’, રોહિંગ્યાઓને શરણ આપવાની માગ પર સુપ્રીમ કોર્ટની ફટકાર

Tags :