ઉત્તર કોરિયાને ભારે પડ્યું યુક્રેન, 4700 સૈનિકો પણ માર્યા ગયા હોવાનો દક્ષિણ કોરિયાનો દાવો
Russia-Ukraine War : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનની સેનાએ ઉત્તર કોરિયાની સેનાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમિર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy)ની સેનાએ એક સાથે બંને દેશોને હંફાવી વિશ્વભરને ચોંકાવી દીધા છે. રશિયા માટે યુદ્ધ લડી રહેલા ઉત્તર કોરિયાના 4700 સૈનિકોના મોત અને ઘાયલ થયા હોવાનો દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે. દક્ષિણ કોરિયાએ આજે (30 એપ્રિલ) કહ્યું કે, ‘અમારા અંદાજ મુજબ રશિયાને યુદ્ધમાં લડવા માટે સાથ આપનાર ઉત્તર કોરિયાની સેનાના અનેક સૈનિકોના મોત અને ઘાયલ થયા છે.
ઉત્તર કોરિયાને રશિયાનો સાથ આપવો ભારે પડ્યો
દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ આ દાવો કરીને વિશ્વભરને ચોંકાવી દીધા છે. બીજીતરફ બે દિવસ પહેલા ઉત્તર કોરિયા પ્રથમવાર બોલ્યું હતું કે, ‘રશિયા કુર્સ્ક વિસ્તારના કેટલાક ભાગો પર કબજો કરી શકે તે માટે તેણે તેના સૈનિકો મોકલ્યા હતા.’ ગત વર્ષે યુક્રેને કુર્સ્ક વિસ્તારમાં અચાનક ઘૂસણખોરી કરી હતી, જેના કારણે રશિયા આ વિસ્તાર નિયંત્રણ ખોઈ બેઠો હતો. બેઠકમાં ભાગ લેનાર એક સાંસદ લી સેઓંગ ક્કેઉને કહ્યું કે, ‘બંધ રૂમમાં યોજાયેલી સંસદીય બેઠકમાં દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય ગુપ્તચર સેવાએ કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધમાં સામેલ ઉત્તર કોરિયાના 600 સૈનિકોના મોત અને 4700 સૈનિકો ઘાયલ થયા છે.’
કોરિયન સૈનિકોના રશિયામાં અંતિમ સંસ્કાર
ચીને એનઆઈએસને ટાંકીને કહ્યું હતું કે, ‘જાન્યુઆરી અને માર્ચ દરમિયાન 2000 ઈજાગ્રસ્ત ઉત્તર કોરિયન સૈનિકોને વિમાની અથવા ટ્રેન મારફતે પોતાના દેશ મોકલાયા હતા. યુદ્ધમાં મૃત્યુ પામેલા કોરિયન સૈનિકોના અંતિમ સંસ્કાર રશિયામાં જ કરાયા અને તેમના અવશેષો તેમના ઘરે મોકલાયા હતા.’ એનઆઈએસએ કહ્યું કે, જાન્યુઆરીમાં ઉત્તર કોરિયાના લગભગ 300 સૈનિકો માર્યા ગયા હતા અને 2700 ઘાયલ થયા હતા.
કિન જોંગ ઉનને પુતિનને ભરપૂર સહયોગ
ગત મહિને દક્ષિણ કોરિયાના અંદાજ મુજબ ઉત્તર કોરિયાના 4000 સૈનિકો માર્યા અને ઘાયલ થયા હતા, ત્યારબાદ ઉત્તર કોરિયાએ સોમવારે જાહેરાત કરી હતી કે, ‘કિમ જોંગ ઉને (North Korea Supreme Leader Kim Jong Un) રશિયન સેનાને મદદ કરવા માટે તેમજ યૂક્રેનને કબજે કરેલ કુર્સ્ક વિસ્તારને આઝાદ કરાવા માટે સૈનિકો મોકલવાનો નિર્ણય કર્યો છે. પછી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Russia President Vladimir Putin) ઉત્તર કોરિયાને ધન્યવાદ આપતું નિવેદન જારી કર્યું હતું અને ઉત્તર કોરિયન સૈનિકોના બલિદાનને ન ભૂલવાનું વચન આપ્યું હતું.
આ પણ વાંચો : દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે, કેબિનેટમાં લેવાયો નિર્ણય