Get The App

રશિયાના વધુ એક નિર્ણયથી ભારતને ઝટકો, ખેડૂતો માટે જરૂરી સામાનની નિકાસ પર રોક

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
રશિયાના વધુ એક નિર્ણયથી ભારતને ઝટકો, ખેડૂતો માટે જરૂરી સામાનની નિકાસ પર રોક 1 - image

Ammonium Nitrate Export Ban Russia: મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતાં તણાવને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. આ સંકટ વચ્ચે ભારતના પરમ મિત્ર ગણાતા રશિયાએ પણ એક પછી એક બે મોટા ઝટકા આપ્યા છે. રશિયાએ ખાતરની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની સાથે જ ભારતને ક્રૂડ ઓઇલ પર મળતી રાહત પણ નાબૂદ કરી દીધી છે.

હોર્મુઝની સામુદ્રધુની બંધ થતાં LPG સંકટ

ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની) બંધ કરીને સમગ્ર વિશ્વને સંકટમાં નાખી દીધું છે. આ રસ્તો બંધ થવાથી એલપીજી (LPG) અને ક્રૂડ ઓઇલના જહાજોની અવરજવર અટકી ગઈ છે. ભારત પોતાની જરૂરિયાતનું 85% ક્રૂડ ઓઇલ અને 60% એલપીજી આયાત કરે છે. જોકે, ભારતની કુનેહપૂર્વકની રણનીતિને કારણે ઈરાન સાથે વાતચીત કરીને પોતાના કેટલાક જહાજો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યું છે.

ખેડૂતોની ચિંતા વધી, ખાતરની નિકાસ પર રોક

રશિયાએ પોતાની ઘરેલુ માંગને પહોંચી વળવા માટે અમોનિયમ નાઇટ્રેટ(ખાતર)ની નિકાસ પર એક મહિના માટે પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય 21 માર્ચથી 21 એપ્રિલ 2026 સુધી અમલમાં રહેશે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ખાતર આયાત કરે છે. રશિયા વિશ્વના અમોનિયમ નાઇટ્રેટના વેપાર પર 40% નિયંત્રણ ધરાવે છે. વસંત ઋતુમાં વાવણીના સમયે જ આ નિર્ણય લેવાતા ખેતી ક્ષેત્રે મુશ્કેલી ઊભી થઈ શકે છે. યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાના 'એક્રોન' પ્લાન્ટને થયેલા નુકસાનને કારણે ઉત્પાદન ઘટ્યું છે, જે મે-જૂન સુધીમાં ફરી શરૂ થવાની શક્યતા છે.

રશિયન તેલ હવે મોંઘું પડશે

અત્યાર સુધી અમેરિકી પ્રતિબંધો વચ્ચે રશિયા ભારતને (કાચા તેલ) ક્રૂડ ઓઇલ પર જે મોટી છૂટ આપતું હતું, તે હવે બંધ કરી દેવામાં આવી છે. ભારતીય રિફાઇનરીઓને હવે બ્રેન્ટ ક્રૂડ પર પ્રતિ બેરલ 4થી 5 ડૉલરનું પ્રીમિયમ ચૂકવવું પડી રહ્યું છે. એપ્રિલ મહિના માટે ભારતે રશિયા પાસેથી 60 મિલિયન બેરલ તેલ ખરીદ્યું છે, પરંતુ રશિયાએ તેના પર ડિસ્કાઉન્ટ આપવાને બદલે વધારાનો ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે.

વૈશ્વિક બજાર પર અસર

હોર્મુઝનો રસ્તો બંધ થવાથી અમોનિયમ નાઇટ્રેટનો 24% વૈશ્વિક વેપાર પહેલેથી જ પ્રભાવિત છે. જો આ યુદ્ધ લાંબુ ખેંચાય અને રશિયાના પ્રતિબંધો ચાલુ રહે, તો ભારતમાં મોંઘવારી વધવાની સાથે ઊર્જા સંકટ પણ ઘેરું બની શકે છે.Ammonium Nitrate Export Ban Russia: મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આ સંકટ વચ્ચે ભારતના પરમ મિત્ર ગણાતા રશિયાએ પણ એક પછી એક બે મોટા ઝટકા આપ્યા છે. રશિયાએ ખાતરની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની સાથે જ ભારતને ક્રૂડ ઓઈલ પર મળતી રાહત પણ નાબૂદ કરી દીધી છે.

આ પણ વાંચો : યુદ્ધ ખતમ થવાની અણીએ? ટ્રમ્પે સહયોગીઓને કહ્યું - જલદી ખતમ કરો, બીજા ઘણાં કામ છે