World

ઇન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ કરી કે મહિલાને થઈ 22 વર્ષની સજા, જાણો કયા મુદ્દે રશિયામાં થયો હોબાળો

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
રશિયામાં એક મહિલા કાર્યકર્તાને મોસ્કોની લશ્કરી અદાલતે 22 વર્ષની સજા ફટકારી છે. તેનું નામ નાદેજ્દા રોસિંસ્કાયા છે. તેને નાદીન ગીસ્લર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને 'આર્મી ઓફ બ્યુટીઝ' નામનું ગ્રુપ ચલાવતી હતી, જેને 2022-23માં રશિયાના નિયંત્રણવાળા યૂક્રેનના ભાગમાં 25000 લોકોની મદદ કરી હતી. રોસિંસ્કાયાને ફેબ્રુઆરી 2024માં ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર દેશદ્રોહ અને આતંકવાદી પ્રવૃતિમાં મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર યૂક્રેનના અઝોવ બટાલિયન માટે દાન માંગતી એક પોસ્ટ શેર કરી હતી હતી. તેને લઈને વહીવટીતંત્રની દેખરેખ હેઠળ આવી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ કરી કે મહિલાને થઈ 22 વર્ષની સજા, જાણો કયા મુદ્દે રશિયામાં થયો હોબાળો

Russia : રશિયામાં એક મહિલા કાર્યકર્તાને મોસ્કોની લશ્કરી અદાલતે 22 વર્ષની સજા ફટકારી છે. તેનું નામ નાદેજ્દા રોસિંસ્કાયા છે. તેને નાદીન ગીસ્લર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને  'આર્મી ઓફ બ્યુટીઝ' નામનું ગ્રુપ ચલાવતી હતી, જેને 2022-23માં રશિયાના નિયંત્રણવાળા યૂક્રેનના ભાગમાં 25000 લોકોની મદદ કરી હતી.  રોસિંસ્કાયાને ફેબ્રુઆરી 2024માં ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર દેશદ્રોહ અને આતંકવાદી પ્રવૃતિમાં મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર યૂક્રેનના અઝોવ બટાલિયન માટે દાન માંગતી એક પોસ્ટ શેર કરી હતી હતી. તેને લઈને વહીવટીતંત્રની દેખરેખ હેઠળ આવી ગઈ હતી.

આ પણ વાંચો : ઇઝરાયલ-ઈરાન બબાલથી ગભરાયું પાકિસ્તાન ! ટ્રમ્પ સાથેની બેઠકમાં મુનીરે કહ્યું, ‘ઈરાનમાં સત્તા પલટો થશે તો...’

ફરિયાદીઓએ તેને 27 વર્ષની સજા ફટકારવાની માંગણી કરી હતી

રોસિંસ્કાયાએ આ આરોપો નકારી કાઢ્યા હતા. તેના વકીલે કહ્યું કે, તે એ પોસ્ટની લેખક નહોતી. સ્વતંત્ર રશિયા મીડિયા આઉટલેટ મીડિયાજો પ્રમાણે ફરિયાદીઓએ તેને 27 વર્ષની સજા ફટકારવાની માંગણી કરી હતી. તેના પર રોસિસ્કાયાની અદાલતે 27 વર્ષ અને એક દિવસની સજા આપવાની માંગ કરી હતી. એવુ એટલા માટે કે, તેની સજા ડારિયા ટ્રેપોવાની વધારે હોય, જેને વર્ષ 2023માં એક યુદ્ધ સમર્થક બ્લોગરની હત્યા માટે બોમ્બ મૂકવા બદલ સજા ફટકારવામાં આવી હતી. ટ્રેપોવાની સજા રશિયામાં કોઈ મહિલાને આપવામાં આવેલી સૌથી લાંબી સજા હતી.

આ પણ વાંચો : ઈરાન પર હુમલાને લઈ મૂંઝાયેલા ટ્રમ્પ બરાબરના ફસાયા, સમર્થકોમાં પણ ગુસ્સો, પાછીપાની કરવી પડી

રશિયામાં આતંકવાદ અને જાસુસીના કેસમાં વધારો  

યૂક્રેન સામે યુદ્ધ થયા પછી રશિયામાં આતંકવાદ, જાસુસી અને વિદેશી રાજ્યના સાથ સહકારના કેસોમાં વધારો થયો છે. રશિયાના વકીસોના સંગઠન પર્વી ઓટડેલ મુજબ 2024માં 359 લોકોને આવા ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. રોસિંસ્કાયાના મામલે રશિયામાં માનવતાવાદી કાર્યો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વધતા દબાણને દર્શાવે છે. સોશિયલ મીડિયા પર પણ તેને લઈને લોકો અવાજ ઉઠાવી રહ્યા છે અને રશિયન સરકાર તરફથી મહિલા કાર્યકર્તાઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની નિંદા કરી છે.