World

રશિયાના કામચટકામાં ફરી 7.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

By GS TEAM
13 Sep 20252 mins read
TukuTouch Logo
યુદ્ધગ્રસ્ત રશિયાના પૂર્વી કિનારે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ભૂકંપ જુલાઈમાં આવેલા 8.8ની તીવ્રતાના ભૂકંપના વિસ્તારમાં જ આવ્યો છે. આ ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયાના કામચટકામાં ફરી 7.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

Russia Earthquake: યુદ્ધગ્રસ્ત રશિયાના પૂર્વી કિનારે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ભૂકંપ જુલાઈમાં આવેલા 8.8ની તીવ્રતાના ભૂકંપના વિસ્તારમાં જ આવ્યો છે. આ ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. 

સુનામીનું જોખમ? 

અધિકારીઓ હાલ કોઈપણ સંભવિત સુનામીના જોખમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે, હજુ સુધી આ ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિની ઘટના સામે આવી નથી.

આ પણ વાંચોઃ ઈઝરાયલની ધમકી છતાં ગાઝાના લોકો મક્કમ, શહેર છોડવા ઈનકાર, યહૂદી સૈન્યના હુમલામાં 50ના મોત

આ પહેલાં જુલાઈમાં પણ રશિયામાં આવ્યો હતો ભૂકંપ

નોંધનીય છે કે, રશિયાના કામચટકા વિસ્તારમાં જુલાઈમાં પણ 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન પૂર્વ રશિયામાં ભારે આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપના કારણે જાપાન, અમેરિકા અને અનેક પ્રશાંત મહાસાગરના દેશોને સુનામી ચેતવણી આપવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ અલાસ્કામાં હિમતળાવ પીગળ્યું તો પ્રો નોબ નામનો ટાપુ બહાર દેખાયો !

ભૂકંપનો ઈતિહાસ

અમેરિકન જીઓલોજીકલ સરવે અનુસાર, આ ભૂકંપ 14 વર્ષમાં વિશ્વનો સૌથી શક્તિશાળી અને અત્યાર સુધીનો છઠ્ઠો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. 2011માં જાપાનમાં આવેલા 9.1 ની તીવ્રતાના ભૂકંપ પછીનો આ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો, જેના કારણે વિનાશક સુનામી આવી હતી અને વ્યાપક નુકસાન થયું હતું. કામચાટકા દ્વીપકલ્પમાં ભૂકંપનો ઈતિહાસ છે. 1952 માં, સોવિયત યુગ દરમિયાન, આ પ્રદેશમાં 9.0 ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો, જે ઈતિહાસમાં નોંધાયેલા સૌથી મોટા ભૂકંપમાંનો એક હતો.