World

યુક્રેનના 1,246 ડ્રોનના સૌથી મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યાનો રશિયાનો દાવો

By GS Team
29 Nov 20262 mins read
TukuTouch Logo
યુક્રેને રશિયા પર 1,246 ડ્રોનનો ઐતિહાસિક હુમલો કર્યો, જેમાં 2 રશિયનનાં મોત થયા. રશિયાએ આ હુમલાને ખાળવાનો દાવો કર્યો છે. બીજી તરફ, રશિયાના હુમલામાં યુક્રેનમાં 9 લોકોના મોત થયા અને ઘણા ઘાયલ થયા. યુક્રેને રશિયન જેટ પાવર્ડ ડ્રોનનો જવાબ લેસર ટેકનોલોજીથી આપતા રશિયા સ્તબ્ધ થયું છે. આ ઉપરાંત, મેલનિયા ટ્રમ્પની મદદથી યુક્રેને 9 બાળકોને પરત મેળવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

યુક્રેનના 1,246 ડ્રોનના સૌથી મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યાનો રશિયાનો દાવો
  • રશિયાના ભીષણ હુમલામાં નવ યુક્રેનિયનોનાં મોત
  • રશિયા પરના હુમલામાં બેનાં મોત: જેટ પાવર્ડ ડ્રોનનો જવાબ યુક્રેને લેસર ટેક્નોલોજીના સ્વરૂપમાં શોધતા રશિયા સ્તબ્ધ
  • મેલનિયા ટ્રમ્પની મદદથી યુક્રેને રશિયા અને રશિયન કબ્જાવાળા પ્રાંતમાંથી તેના નવ બાળક પરત મેળવ્યા: ઝેલેન્સ્કી

કીવ : રશિયાએ એક જ રાતમાં યુક્રેનના ૧,૨૪૬ ડ્રોનના ઐતિહાસિક હુમલાને ખાળ્યાનો દાવો કર્યો છે અને આ હુમલામાં બેના મોત થયાનું જણાવ્યું છે. તેની સામે રશિયાના હુમલામાં આખા યુક્રેનમાં નવના મોત થયાનું અને તેટલા જ ઘાયલ થયાનું જણાવ્યું હતું. પડયુ. રશિયાના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે ૧,૨૪૬ ડ્રોન તો અમે ખતમ કર્યા, પરંતુ છોડવામાં આવેલા ડ્રોનની સંખ્યા તેના કરતાં પણ વધારે હોઈ શકે છે. ૧૨૩ ડ્રોન તો ફક્ત મોસ્કો તરફ જતાં હતા ત્યારે જ શૂટ કરવામાં આવ્યા.
રશિયાના સંરક્ષણ મંત્રાલયનું કહેવું હતું કે આખા મોસ્કો પ્રાંત પર કુલ ૪૬૨ ડ્રોન છોડવામાં આવ્યા હતા. તેમાના મોટાભાગના ડ્રોન ખતમ કરી દેવામાં આવ્યા છે. ગવર્નર યુરી સિયુસરે જણાવ્યું હતું કે રશિયાના દક્ષિણ પ્રાંત રોસ્તોવમાં ૫૦થી વધુ ડ્રોન ખતમ કરવામાં આવ્યા હતા.
આ સિવાય એક શહેર નોવોસ્થાત્સ્કઇન્સ્ક પર ત્રાટકેલા ડ્રોન પણ ખતમ કરવામાં આવ્યા હતા.
યુક્રેને રશિયા પર આટલો મોટો હુમલો પહેલી જ વખત કર્યો છે. પહેલી જ વખત રશિયા પર એકસાથે ત્રાટકેલા યુક્રેનની સંખ્યા હજાર કરતાં પણ વધારે હતી. આટલા ડ્રોન તો રશિયાએ પણ યુક્રેન પર એકસાથે છોડયા નથી.
આ શહેરમાં રશિયાની ટોચની ઓઇલ રિફાઇનરી આવેલી છે. તેમણે જણાવ્યું નથી કે ઓઇલ રિફાઇનરી પર હુમલો થયો હતો કે નહી. જો કે કેટલાક રશિયન અને યુક્રેનિયન નન્યૂઝ ચેનલે ટેલિગ્રામ પર દાવો કર્યો છે કે આ શહેરમાં આવેલી રિફાઇનરીને ડ્રોન હુમલામાં નુકસાન ગયું છે. આ રિફાઇનરી યુક્રેનની સરહદથી ૨૦ કિ.મી. જ દૂર છે.
રશિયાના સમારાજ રિજયને જણાવ્યું હતું કે યુક્રેનિયન ડ્રોને ઇન્ડસ્ટ્રીયલ ફેસિલિટીઝ પર રાત્રે હુમલો કર્યો હતો. જો કે આ હુમલો ખાળવામાં આવ્યો હતો. તેમણે આ હુમલાનો ટાર્ગેટ કોણ હતા તે દર્શાવ્યું ન હતું. કોઈનું મોત થયું ન હતું કે ઇજા થઈ ન હતી.આ મહિનામાં આ વિસ્તારમાં બીજો હુમલો હતો. યુક્રેન સાથે સરહદ ધરાવતા રશિયાના દક્ષિણી વિસ્તાર બ્રાયન્સ્કમાં યુક્રેનના ડ્રોન હુમલામાં નવને ઇજા પહોંચી હતી. ડ્રોન કંપનીની બસ પર ત્રાટક્યું હતું. આ ઉપરાંત રશિયાના ડ્રોન ઉડાવવા માટે યુક્રેને પહેલી જ વખત લેસર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. રશિયાના ગેરાન જેટ ડ્રોનને યુક્રેને લેસર સિસ્ટમની મદદથી તોડી પાડયું હતું.આમ યુક્રેને સ્વદેશી લેસર સિસ્ટમની મદદથી રશિયાના જેટ પાવર્ડ ડ્રોનનો જવાબ શોધતા રશિયા સ્તબ્ધ થઈ ગયું હતું.
બીજી બાજુએ યુક્રેનની એરફોર્સે રશિયાએ છોડેલા ૧૬૨માંથી ૧૪૧ ડ્રોન તોડી પાડયા હતા. નિઝહીનમાં શનિવારે રાત્રે થયેલા હુમલામાં ત્રણને ઇજા થઈ હતી.