World

‘તાત્કાલિક યુદ્ધ રોકવા માટે તૈયાર છીએ, પરંતુ...’, રશિયા-યુક્રેન યુદ્ધ પર પુતિનનું મોટું નિવેદન

By GS TEAM
19 Dec 20252 mins read
TukuTouch Logo
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, તેઓ યુક્રેન સાથેના સંઘર્ષને તાત્કાલિક શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે તૈયાર છે. જોકે, તેમણે આ માટે એક મહત્વની શરત મૂકતા કહ્યું છે કે, જો રશિયાને સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી આપવામાં આવે તો જ આ યુદ્ધ અટકશે. પુતિને સ્પષ્ટ કહ્યું કે, તેઓ આગામી વર્ષ શાંતિથી જીવવા માંગે છે અને કોઈ સૈન્ય સંઘર્ષ ઈચ્છતા નથી, પરંતુ આ માટે યુક્રેન તરફથી પણ નક્કર તત્પરતા દેખાવી જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘તાત્કાલિક યુદ્ધ રોકવા માટે તૈયાર છીએ, પરંતુ...’, રશિયા-યુક્રેન યુદ્ધ પર પુતિનનું મોટું નિવેદન

Russia-Ukraine war : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, તેઓ યુક્રેન સાથેના સંઘર્ષને તાત્કાલિક શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે તૈયાર છે. જોકે, તેમણે આ માટે એક મહત્વની શરત મૂકતા કહ્યું છે કે, જો રશિયાને સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી આપવામાં આવે તો જ આ યુદ્ધ અટકશે. પુતિને સ્પષ્ટ કહ્યું કે, તેઓ આગામી વર્ષ શાંતિથી જીવવા માંગે છે અને કોઈ સૈન્ય સંઘર્ષ ઈચ્છતા નથી, પરંતુ આ માટે યુક્રેન તરફથી પણ નક્કર તત્પરતા દેખાવી જરૂરી છે.

પુતિને ટ્રમ્પની પ્રશંસા કરી કહ્યું, ‘શાંતિ પ્રસ્તાવ મંજૂર’

રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને (Russia President Vladimir Putin) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના શાંતિ પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, ‘ટ્રમ્પ આ સંઘર્ષને ખતમ કરવા માટે અત્યંત ગંભીરતાથી કામ કરી રહ્યા છે. પુતિને એન્કરિજમાં ટ્રમ્પ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રશિયાએ ટ્રમ્પના પ્રસ્તાવ પર સંમતિ દર્શાવી છે અને તેનો સ્વીકાર કર્યો છે. રશિયા કોઈ પણ શાંતિ પ્રસ્તાવને નકારી રહ્યું હોવાની વાત પાયાવિહોણી છે. મોસ્કોમાં થયેલી બેઠકોમાં રશિયાને કેટલાક સમાધાન કરવા માટે કહેવામાં આવ્યું હતું, જે અંગે પુતિને સ્વીકાર્યું હતું કે આ નિર્ણયો લેવા તેમના માટે સરળ નહીં હોય.

આ પણ વાંચો : ભડકે બળતા બાંગ્લાદેશની પરિસ્થિતિ પર મોહમ્મદ યુનુસનું નિવેદન, હિન્દુ યુવકની લિંચિંગ પર જુઓ શું કહ્યું

અમે હંમેશા ચર્ચા કરવા માટે તૈયાર : પુતિન

યુદ્ધ સમાપ્ત કરવાની જવાબદારી હવે પશ્ચિમી દેશો અને યુક્રેનના નેતાઓ પર હોવાનું જણાવતા પુતિને ઉમેર્યું કે, હવે વિરોધીઓએ નિર્ણય લેવાનો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, માત્ર યુદ્ધ વિરામ પૂરતો નથી, પરંતુ સંઘર્ષના મૂળ કારણોને જડમૂળથી નાબૂદ કરવા પડશે જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને અને શાંતિ લાંબા ગાળા સુધી ટકી રહે. રશિયા સંવાદ અને શાંતિપૂર્ણ ઉકેલ માટે હંમેશા ખુલ્લું છે.

યુદ્ધ અટકાવવા ટ્રમ્પના અનેક પ્રયાસ

ફેબ્રુઆરી 2022થી ચાલી રહેલા આ યુદ્ધને રોકવા માટે ટ્રમ્પના રાજદ્વારી પ્રયાસો તેજ બન્યા છે, પરંતુ મોસ્કો અને કિવની સામસામે રહેલી વિરોધાભાસી માંગણીઓ અત્યારે સૌથી મોટો પડકાર છે. 25 વર્ષથી રશિયાનું નેતૃત્વ કરી રહેલા પુતિનની આ ટિપ્પણી પર અત્યારે સમગ્ર વિશ્વની નજર છે, કારણ કે અમેરિકા સમર્થિત શાંતિ યોજના આ યુદ્ધની દિશા બદલી શકે છે.

આ પણ વાંચો : સિંધુ જળ સંધિ રદ થયા બાદ પાકિસ્તાનની ભયાનક સ્થિતિ, નાયબ PMએ કહ્યું, ‘અમારા લોકો મરી જશે’