VIDEO: જ્યારે પુતિને અંગ્રેજીમાં આપ્યું રશિયા આવવાનું આમંત્રણ... ડોનાલ્ડ ટ્રમ્પ જોતા જ રહી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Putin-Trump Meeting: અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની બહુચર્ચિત મુલાકાતમાં યુક્રેન યુદ્ધ, આપસી સંબંધ અને સહયોગમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ. બંને નેતાઓની જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત 12 મિનિટ ચાલી હતી. જેમાં પ્રેસ કોન્ફરન્સને ફક્ત સંબોધિત કરવામાં આવી અને કોઈ સવાલનો જવાબ આપવામાં ન આવ્યો.
પ્રેસ કોન્ફરન્સના અંતે એક રસપ્રદ સમય આવ્યો, જ્યારે ટ્રમ્પે પુતિનને કહ્યું કે, 'જલ્દી મળીશું' જેના જવાબમાં રશિયન પ્રમુખે અંગ્રેજીમાં કહ્યું, 'નેક્સ્ટ ટાઇમ ઇન મૉસ્કો'. એટલે વાતચીતની આવનારી મુલાકાત મૉસ્કોમાં થશે. જેના પર ટ્રમ્પે સ્મિત સાથે જવાબ આપ્યો, 'ઓહ, ધેટ્સ એન ઇન્ટરસ્ટિંગ વન' એટલે, 'વાહ, આ રસપ્રદ છે!'
પુતિને કહ્યું- ખૂબ જરૂરી મુલાકાત
મીડિયાનું સંબોધન કરતા પુતિને કહ્યું કે, અલાસ્કા રશિયા અને અમેરિકા સહિયારા ઈતિહાસનો ભાગ છે અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં બંને દેશોએ એક સાથે દુશ્મોનો સાથે લડ્યા હતા. તેમણે કહ્યું કે, અમે આશરે પાડોશી છે. પુતિને માન્યું કે, છેલ્લાં ઘણાં સમયથી સંબંધોમાં મુશ્કેલી આવી રહી છે, પરંતુ બંને નેતાઓની આ આમને-સામને મુલાકાત લાંબા સમયથી શરૂ હતી.
યુક્રેન પર વાતચીતનું ફોકસ
રશિયન પ્રમુખે કહ્યું કે, વાતચીતનો મોટો ભાગ યુક્રેન પર કેન્દ્રિત હતો. પરિસ્થિતિમાં સુધારો કરવો જરૂરી છે અને સંઘર્ષનું વાસ્તવિક કારણ સમજવાની ટ્રમ્પની ઈચ્છાની પ્રશંસા કરી. પુતિને આશા વ્યક્ત કરી કે જે કરાર થયો છે તે યુક્રેનમાં શાંતિનો માર્ગ મોકળો કરશે અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, રશિયા નિષ્ઠાપૂર્વક યુદ્ધનો અંત લાવવા માંગે છે અને આશા વ્યક્ત કરી કે યુરોપ અને યુક્રેન વાટાઘાટોમાં અવરોધ નહીં પડે.
ટ્રમ્પ પ્રમુખ હોત તો યુદ્ધ ન થાત
પુતિને એવું પણ કહ્યું કે, આર્કટિક ક્ષેત્રમાં રશિયા-અમેરિકાનો સહયોગ શક્ય છે અને બંને દેશો વચ્ચે વ્યાપારિક રોકાણની વિશાળ સંભાવના છે. તેમણે દાવો કર્યો કે, જો ટ્રમ્પ 2022માં પ્રમુખ હોત, તો આ સંઘર્ષ ક્યારેય શરૂ ન થયો હોત. વાતચીત દરમિયાન પુતિને ટ્રમ્પના 'મૈત્રીપૂર્ણ અને વિશ્વસનીય' વલણ બદલ આભાર પણ માન્યો.
હવે નાટો અને ઝેલેન્સ્કીથી વાત કરેશે ટ્રમ્પ
ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં નાટો અને યુક્રેનના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સકી સાથે વાત કરશે. તેમણે કહ્યું કે, બેઠકમાં ઘણા મુદ્દાઓ પર સંમતિ સધાઈ છે, જોકે એક મોટો મુદ્દો હજુ બાકી છે. ટ્રમ્પના મતે, 'જ્યાં સુધી સંપૂર્ણ કરાર ન થાય ત્યાં સુધી કોઈ સોદો થતો નથી. પુતિન હવે લોકોને મરતા જોવા નથી માંગતા અને ફક્ત થોડા મુદ્દાઓનો ઉકેલ આવવાનો બાકી છે.'
ટ્રમ્પે સંકેત આપ્યો કે, તેઓ ટૂંક સમયમાં પુતિનને ફરી મળી શકે છે. બેઠક સકારાત્મક વાતાવરણમાં સમાપ્ત થઈ અને બંને નેતાઓએ સંકેત આપ્યો કે યુક્રેન કટોકટી પર વધુ વાતચીત ચાલુ રહેશે.









