VIDEO: રેડ કાર્પેટ પર પુતિન સામે લથડાયા ડોનાલ્ડ ટ્રમ્પ! લોકોએ પૂછ્યું - આ કેવા મજબૂત નેતા?
Trump-Putin Alaska Meeting: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે ફરી એકવાર અટકળો તેજ બની છે. અલાસ્કામાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરતી વખતે 79 વર્ષીય ટ્રમ્પ રેડ કાર્પેટ પર લથડાતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. બીજી બાજુ, પુતિન આ દરમિયાન એકદમ ફિટ દેખાતા હતા.
આ પણ વાંચોઃ ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મીટિંગ પૂર્ણ, સીઝફાયર તો ન થયું પણ સકારાત્મક બેઠકના સંકે
ટ્રમ્પ અને પુતિનની બેઠક
નોંધનીય છે કે, શુક્રવારે અલાસ્કામાં યોજાયેલા આ ઉચ્ચ-સ્તરીય શિખર સંમેલનમાં, ટ્રમ્પ અને પુતિને યુક્રેન સાથેના યુદ્ધ પર કોઈ સ્પષ્ટ પ્રગતિ દર્શાવી ન હતી, જોકે બંને નેતાઓએ પરસ્પર તાલમેલ સાથે અમુક ક્ષેત્રમાં સંમતિ વ્યક્ત કરી હતી. બેઠક બાદ ટ્રમ્પે કહ્યું કે, 'અમારી બેઠક ઘણી સફળ રહી અને અનેક મુદ્દા પર સંમતિ બની છે. જોકે, કેટલાક મુદ્દા હજુ બાકી છે, જેમાંથી એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.'
સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ
બંને નેતાઓની વાતચીત પહેલાં લાલ કાર્પેટ પર ચાલી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પના લથડાતાં પગલાંએ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ કરી છે. અનેક યુઝર્સ કટાક્ષ કરી રહ્યા છે કે, જો આ ઘટના પૂર્વ પ્રમુખ જો બાઇડેન સાથે થઈ હોય તો મીડિયામાં તેને ખૂબ મહત્ત્વ આપવામાં આવત.' એક યુઝરે લખ્યું કે, 'જો આ બાઇડેન સાથે થયું હોત, તો આના પર પુસ્તક, ડોમ્યુમેન્ટ્રી અને ફિલ્મો બની ગઈ હોત.' અન્ય એક યુઝરે લખ્યું કે, 'પુતિનને મળતા જ ટ્રમ્પના લથડાવું એ પોતાના મજબૂત નેતાના દાવા પર પ્રશ્ન ઊભો કરે છે.
કઈ બીમારીથી પીડિત છે ટ્રમ્પ?
જણાવી દઈએ કે, જુલાઈમાં વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી હતી કે, ટ્રમ્પને ક્રૉનિક વેનસ ઇનસફિશિઅન્સી (Chronic Venous Insufficiency) નામની બીમારી છે. આ સ્થિતિમાં પગની પસ લોહીને અસરકારક રીતે હ્રદય સુધી લોહી પહોંચાડી નથી શકતી, જેના કારણે નીચેના ભાગમાં સોજો, ત્વચામાં બદલાવ અને પગની ઘૂંટણમાં સોજો આવે છે. નિષ્ણાતો માને છે કે આનાથી તેમની ચાલવાની સ્થિરતા પર અસર થઈ શકે છે.