Get The App

ગલ્ફ દેશોએ ઓઇલ-ગેસની નિકાસ બંધ કરવી પડશે! યુદ્ધ વચ્ચે કતારની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
ગલ્ફ દેશોએ ઓઇલ-ગેસની નિકાસ બંધ કરવી પડશે! યુદ્ધ વચ્ચે કતારની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ 1 - image


Image QatarEconForum


Qatar warns war will force Gulf to stop energy exports : કતારના ઊર્જા મંત્રીની વિશ્વને શાંતિની અપીલ સાથે ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું કે, જો યુદ્ધને પગલે શિપિંગ રૂટ્સ લાંબા સમય સુધી બંધ રહેશે અને નિકાસકારોના જહાજોની સુરક્ષા જોખમાશે, તો સપ્લાય ચેઇન તૂટી જશે. સપ્લાય ચેઇન તૂટશે તો સેમિકન્ડક્ટરથી લઈને સામાન્ય પરિવહન સુધીના તમામ ક્ષેત્રો પર અત્યંત ગંભીર રીતે નકારાત્મક અસર પડશે. જેના કારણે વૈશ્વિક રીતે અનેક પ્રકારના સંકટો પેદા થઈ શકે છે. 

કતારના ઊર્જામંત્રીની ચેતવણી

કતારના ઊર્જા મંત્રી સાદ અલ-કાબીએ ચેતવણી આપી છે કે, જો મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ નહીં અટકે, તો મહત્તમ એક મહિનામાં ખાડી દેશોમાંથી થતી ઊર્જા નિકાસ સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે. જો એવું થશે તો વૈશ્વિક સ્તરે ફ્યૂલની અછત સર્જાશે અને મોંઘવારી પણ ચરમસીમાએ પહોંચી જશે. જો યુદ્ધને પગલે શિપિંગ રૂટ્સ ઘણા લાંબા સમય સુધી બંધ રહેશે અને નિકાસકારોના જહાજોની સુરક્ષા જોખમાશે, તો સપ્લાય ચેઇન જ તૂટી જશે. તે સ્થિતિમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગથી લઈને સામાન્ય પરિવહન સુધીની તમામ સેવા પર નકારાત્મક અસર પડી શકે છે. આ કારણસર વિવિધ દેશમાંથી ઉચ્ચ સ્તરીય રાજદ્વારી હસ્તક્ષેપ દ્વારા શાંતિ નહીં સ્થપાય, તો વિશ્વએ મોટા આર્થિક આંચકા માટે તૈયાર રહેવું પડશે.

ઈરાન સતત હુમલા કરી રહ્યું છે

ઈઝરાયલ-અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને ખાડી દેશો પર સતત હુમલા ચાલુ રાખ્યા છે. આ સ્થિતિમાં 2 માર્ચે કતારે લિક્વિફાઇડ નેચરલ ગેસ(LNG)નું ઉત્પાદન અટકાવી દીધું હતું. કતાર વૈશ્વિક પુરવઠાના આશરે 20% જેટલા ગેસનું ઉત્પાદન કરે છે, જે એશિયા અને યુરોપના બજારોમાં ઈંધણની માંગ અને પુરવઠાનું સંતુલન જાળવવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ સ્થિતિમાં વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ વધુ ઘેરું થવાની આશંકા છે. નોંધનીય છે કે, 1 જાન્યુઆરી 2019ના રોજ કતારે ઓપેક (Organization of the Petroleum Exporting Countries) દેશોમાંથી સભ્યપદ પાછું ખેંચી લીધું હતું. કતાર 60 વર્ષ સુધી ઓપેકનું સભ્ય હતું, પરંતુ LNGના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવા કતારે આ નિર્ણય લીધો હતો.