World

રશિયા એક ભરોસાપાત્ર ભાગીદાર, ઈરાનના પરમાણુ કાર્યક્રમને અમારું સંપૂર્ણ સમર્થન: પુતિન

By GS TEAM
20 Jun 20253 mins read
TukuTouch Logo
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર યુક્રેન પર રશિયાના દાવાને પુનરાવર્તિત કરતા કહ્યું કે, 'રશિયન અને યુક્રેનિયન લોકો એક છે, અને આ દૃષ્ટિકોણથી આખુ યુક્રેન અમારુ છે.' પુતિને એ પણ સ્પષ્ટ કર્યું કે, 'રશિયા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પરમાણુ ભાગીદારી સંપૂર્ણપણે સલામત છે. ઈરાનના બુશહર પરમાણુ પાવર પ્લાન્ટમાં કામ ચાલી રહ્યું છે અને કર્મચારીઓને ત્યાંથી દૂર કરવામાં આવ્યા નથી. ઈરાનના પરમાણુ કાર્યક્રમને અમારું સંપૂર્ણ સમર્થન છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ ઈરાનને પરમાણુ ઊર્જાનો શાંતિપૂર્ણ રીતે ઉપયોગનો સંપૂર્ણ અધિકાર છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા એક ભરોસાપાત્ર ભાગીદાર, ઈરાનના પરમાણુ કાર્યક્રમને અમારું સંપૂર્ણ સમર્થન: પુતિન

Putin support for Iran's nuclear program : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર યુક્રેન પર રશિયાના દાવાને પુનરાવર્તિત કરતા કહ્યું કે, 'રશિયન અને યુક્રેનિયન લોકો એક છે, અને આ દૃષ્ટિકોણથી આખુ યુક્રેન અમારુ છે.' પુતિને એ પણ સ્પષ્ટ કર્યું કે, 'રશિયા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી પરમાણુ ભાગીદારી સંપૂર્ણપણે સલામત છે. ઈરાનના બુશહર પરમાણુ પાવર પ્લાન્ટમાં કામ ચાલી રહ્યું છે અને કર્મચારીઓને ત્યાંથી દૂર કરવામાં આવ્યા નથી. ઈરાનના પરમાણુ કાર્યક્રમને અમારું સંપૂર્ણ સમર્થન છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ ઈરાનને પરમાણુ ઊર્જાનો શાંતિપૂર્ણ રીતે ઉપયોગનો સંપૂર્ણ અધિકાર છે.'

પુતિને કહ્યું કે, 'રશિયા એક ભરોસાપાત્ર ભાગીદાર નથી, તેવો દાવો કરનારા લોકો માત્ર ફડકાવવાની કોશિશ કરી રહ્યા છે. રશિયા હંમેશા પોતાના ભાગીદારો સાથે રહેશે અને પોતાની જવાબદારી નીભાવશે. આ પ્રકારની વાતો કરનારા તત્ત્વોનો ઉદ્દેશ ગેરસમજ ફેલાવવાનો અને આંતરરાષ્ટ્રીય સહયોગને નુકસાન પહોંચાડવાનો છે.  '

ઈરાનને શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરવાનો અધિકાર: પુતિન

પુતિને જણાવ્યું કે, તેમણે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ, ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી છે. આ વાતચીતમાં રશિયાએ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના ઘર્ષણ મામલે સમાધાન પ્રસ્તાવ રાખ્યો છે અને તેમને આશા છે કે આ પ્રસ્તાવ લાગુ કરવામાં આવશે. ઈરાને સ્પષ્ટ કર્યુ છે કે, ઈરાનને શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરવાનો અધિકાર છે. આમ કોઈ પણ દેશ પોતાની સુરક્ષાના નામ પર અન્ય દેશની સુરક્ષાને જોખમમાં ન મુકી શકે.

પુતિને શું કહ્યું?

સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર, સેન્ટ પીટર્સબર્ગમાં આયોજિત ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ (SPIEF) દરમિયાન એક સવાલના જવાબમાં પુતિને આ વાત કહી હતા. તેમણે કહ્યું કે, રશિયા યુક્રેનની સાર્વભૌમત્વનો ઇનકાર કરતું નથી, પરંતુ જ્યારે 1991માં યુક્રેન સ્વતંત્ર થયું ત્યારે તે એક તટસ્થ રાષ્ટ્ર હતું. અને હવે તેની દિશા બદલાઈ ગઈ છે. આપણી પાસે એક કહેવત છે કે, 'જ્યાં પણ રશિયન સૈનિક પગ મૂકે છે, તે વિસ્તાર આપણો બની જાય છે.' તેમણે દાવો કર્યો કે, રશિયા યુક્રેનમાં તેની સુરક્ષા માટે લડી રહ્યું છે અને આ ઝુંબેશ તેની વ્યૂહાત્મક હિતોનું રક્ષણ કરવા માટે છે. 

આ પણ વાંચો: ઈઝરાયલી હુમલામાં વધુ એક પરમાણુ વૈજ્ઞાનિકનું મોત, ઈરાને કહ્યું- ‘આવી સ્થિતિમાં વાતચીત અસંભવ’

અમેરિકા અને નાટો પર આરોપ લગાવતા પુતિને કહ્યું કે, પશ્ચિમે જૂના વચનો વિરુદ્ધમાં પૂર્વ તરફ ઘણી વખત વિસ્તરણ કર્યું. અમેરિકાએ યુક્રેનમાં બળવો કરવા માટે અબજો ડોલરનું રોકાણ કર્યું, અને આ પછી રશિયાએ ક્રિમીઆ અને ડોનબાસમાં રશિયન મૂળના નાગરિકોના રક્ષણ માટે કાર્યવાહી કરી. 

પડકારજનક સ્થિતિ છતાં દેશની GDPમાં વધારો

જ્યારે રશિયન મીડિયા RT મુજબ, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, રશિયામાં યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે પડકારજનક વૈશ્વિક માહોલ હોવા છતાં પણ દેશની GDPમાં દર વર્ષે 4 ટકાથી પણ વધુના દરે વધારો થઈ રહ્યો છે. પુતિને યાદ અપાવ્યું કે, વર્ષ 2000માં રશિયામાં ગરીબી દર 29 ટકા હતો, જે વર્ષ 2024 સુધીમાં ઘટીને 7.2 ટકા થઈ જશે.

આ પણ વાંચો: નમતું જોખવા તૈયાર નથી ઈરાન, ખામેનેઈએ કહ્યું- કર્મોની સજા ભોગવી રહ્યું છે ઈઝરાયલ

પુતિને કહ્યું કે, 'રશિયા અને ચીન વચ્ચે 2030 સુધીમાં વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત કરવામાં આવશે અને ભારત સાથે પણ જલ્દી આ પ્રકારનો કરાર કરવામાં આવશે. આમ થવાથી ટેકનોલોજી પ્લેટફોર્મ, ઓનલાઈન રિટેલ અને સંયુક્ત વિકાસ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે.'