World

નમતું જોખવા તૈયાર નથી ઈરાન, ખામેનેઈએ કહ્યું- કર્મોની સજા ભોગવી રહ્યું છે ઈઝરાયલ

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
ઈઝરાયલ-ઈરાન બંને એકબીજા પર મિસાઈલો અને ડ્રોનથી સતત હુમલાઓ કરી રહ્યા છે. બંને દેશોના યુદ્ધને આજે આઠમો દિવસ છે, ત્યારે ઈરાનના સુપ્રીમ લીડર અયતુલ્લા અલી ખામેનેઈ યુદ્ધના માહોલમાં કોઈપણ રીતે નમતું જોખવા નથી અને તેમણે ફરી ઈઝરાયલને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ‘ઈઝરાયલ પોતાના કર્મોની સજા ભોગવી રહ્યું છે. જો હુમલાઓ ચાલુ રાખશે તો અમે પણ જડબાતોડ જવાબ આપીશું.’

Summarized by AI; it may make mistakes. Check important info

નમતું જોખવા તૈયાર નથી ઈરાન, ખામેનેઈએ કહ્યું- કર્મોની સજા ભોગવી રહ્યું છે ઈઝરાયલ

Iran-Israel Conflict : ઈઝરાયલ-ઈરાન બંને એકબીજા પર મિસાઈલો અને ડ્રોનથી સતત હુમલાઓ કરી રહ્યા છે. બંને દેશોના યુદ્ધને આજે આઠમો દિવસ છે, ત્યારે ઈરાનના સુપ્રીમ લીડર અયતુલ્લા અલી ખામેનેઈ (Iran Supreme Leader Ali Khamenei) યુદ્ધના માહોલમાં કોઈપણ રીતે નમતું જોખવા નથી અને તેમણે ફરી ઈઝરાયલને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ‘ઈઝરાયલ પોતાના કર્મોની સજા ભોગવી રહ્યું છે. જો હુમલાઓ ચાલુ રાખશે તો અમે પણ જડબાતોડ જવાબ આપીશું.’

ઈરાનના રાષ્ટ્રપ્રમુખની ઈઝરાયલને ચેતવણી

બીજીતરફ ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજેશ્કિયને પણ ઈઝરાયલી હુમલાને લઈ કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ‘ઈઝરાયલ કોઈપણ શરત વગર તાત્કાલીક હુમલો રોકે, તે જ શાંતિનો રસ્તો છે. જો ઈઝરાયલ હુમલા ચાલુ રાખશે તો અમે મજબૂરીથી જડબાતોડ જવાબ આપીશું.’ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘જ્યાં સુધી ઈઝરાયલ હુમલા કરતું રહેશે, ત્યાં સુધી અમે અમેરિકા કે અન્ય કોઈ દેશ સાથે આ મુદ્દે કોઈ વાતચીત નહીં કરીએ. ઈરાને કહ્યું છે કે, આવી સ્થિતિમાં યુદ્ધ અટકાવવાની વાતચીત કરવી અસંભવ છે.

આ પણ વાંચો : ઈઝરાયલી હુમલામાં વધુ એક પરમાણુ વૈજ્ઞાનિકનું મોત, ઈરાને કહ્યું- ‘આવી સ્થિતિમાં વાતચીત અસંભવ’

ઈઝરાયલના આઠમાં દિવસે પણ ભયાનક હુમલા

ગુરુવારે (12મી જૂન) રાત્રે ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો જેના બાદ  ઇરાને પણ બદલો લીધો. ઈઝરાયલી સેનાએ ગુરુવારે (19મી જૂન) જણાવ્યું હતું કે, ઈરાને નાગરિકોને ભારે જાનહાનિ પહોંચાડવાના હેતુથી ક્લસ્ટર બોમ્બ લઈ જતી મિસાઇલ છોડી હતી. આ યુદ્ધમાં ક્લસ્ટર મિસાઇલોનો ઈરાન દ્વારા પહેલીવાર પ્રયોગ કરાયો હતો. ઈરાન દ્વારા ઝીંકાયેલી મિસાઇલમાં ઈઝરાયલના મધ્યમાં લગભગ 4 માઇલ (7 કિલોમીટર)ની ઊંચાઈએ વિસ્ફોટ થયો હતો, જેના કારણે તેની અંદર રહેલા લગભગ 20 ક્લસ્ટર બોમ્બ 5 માઇલ (8 કિલોમીટર)ની ત્રિજ્યામાં વિખેરાઈ ગયા હતા અને તબાહી મચાવી હતી. 

ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું હોવાના કોઈ દાવા નહીં

IAEA(ઇન્ટરનેશનલ એટૉમિક એનર્જી એજન્સી)ના ચીફ રાફેલ ગ્રોસીએ પોતાના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. તેમનો દાવો કર્યો હતો કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે અને હવે કહી રહ્યા છે કે, આ વાતના કોઈ પુરાવા નથી મળ્યા.  ગ્રોસીએ કહ્યું કે, 'એવો કોઈ પુરાવો નથી કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે.' નોંધનીય છે કે, IAEAના રિપોર્ટ અને ગ્રોસીના નિવેદન બાદ જ ઇઝરાયલે હુમલા શરુ કર્યા હતા. ઈરાને વળતો જવાબ આપતાં ઇઝરાયલમાં અનેક જગ્યાએ મિસાઇલથી હુમલો કર્યો હતો. તેણે ગુરુવારે હૉસ્પિટલને પણ નિશાનો બનાવી હતી, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

આ પણ વાંચો : ઈઝરાયલ-ઈરાન બબાલથી ગભરાયું પાકિસ્તાન ! ટ્રમ્પ સાથેની બેઠકમાં મુનીરે કહ્યું, ‘ઈરાનમાં સત્તા પલટો થશે તો...’