World

‘યુદ્ધ ખતમ કરો, નહીં તો...’ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કર્યા બાદ ટ્રમ્પની પુતિનને ચેતવણી

By GS TEAM
25 Jun 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નેધરલેન્ડના હેગ શહેરમાં નાટો સમિટમાં પહોંચી યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોડિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ મામલે મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે ઉચ્ચસ્તરીય બેઠક કર્યા બાદ કહ્યું કે, ‘અમેરિકા યુક્રેનને વધુ પેટ્રિયટ મિસાઈલ આપવા માટે ગંભીર રીતે વિચારી રહ્યું છે.’ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને પર કડક સંદેશ આપી કહ્યું કે, ‘પુતિને યુદ્ધ ખતમ કરવું પડશે અને તેઓ ટૂંક સમયમાં તેમની સાથે વાત કરશે.’

Summarized by AI; it may make mistakes. Check important info

‘યુદ્ધ ખતમ કરો, નહીં તો...’ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કર્યા બાદ ટ્રમ્પની પુતિનને ચેતવણી

Russia-Ukraine War : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) નેધરલેન્ડના હેગ શહેરમાં નાટો સમિટમાં પહોંચી યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોડિમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ મામલે મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે ઉચ્ચસ્તરીય બેઠક કર્યા બાદ કહ્યું કે, ‘અમેરિકા યુક્રેનને વધુ પેટ્રિયટ મિસાઈલ આપવા માટે ગંભીર રીતે વિચારી રહ્યું છે.’ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin)ને પર કડક સંદેશ આપી કહ્યું કે, ‘પુતિને યુદ્ધ ખતમ કરવું પડશે અને તેઓ ટૂંક સમયમાં તેમની સાથે વાત કરશે.’

અમેરિકા યુક્રેનને મિસાઈલ આપશે

ઝેલેન્સ્કી સાથે મુલાકાત કર્યા બાદ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં સંકેત આપ્યો છે કે, અમેરિકા યુક્રેનને પેટ્રિયટ મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમ આપી શકે છે. તેમણે કહ્યું કે, ‘આ મિસાઈલ ખૂબ જ મુશ્કેલીથી મળે છે, પરંતુ અમે જોઈ રહ્યા છે કે, શું તેમાંથી કેટલીક મિસાઈલ યુક્રેનને આપી શકાય છે?

આ પણ વાંચો : ‘અમે હુમલા કર્યા એટલે ઇઝરાયલ-ઈરાન યુદ્ધ અટક્યું’, ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવો

ટ્રમ્પે યુદ્ધ ખતમ કરવા અપીલ કરી

ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ‘હવે પુતિને યુદ્ધ ખતમ કરવું પડશે.’ તેમણે ઝેલેન્સ્કી સાથે મુલાકાત અંગે કહ્યું કે, ‘અમારા બંને વચ્ચે સારી મુલાકાત થઈ, અગાઉ અમે થોડા મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતા, જોકે આજની સારી મુલાકાત થઈ છે.’ ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા ઝેલેન્સ્કી અમેરિકા ગયા હતા, અહીં ઓવલ ઓફિસમાં તેમની અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત બેઠક યોજાઈ હતી, જેમાં બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી.

પેટ્રિયટ મિસાઈલની ખાસીયત

અમેરિકાએ બનાવેલી પેટ્રિયટ મિસાઈલ બેટરિયાં એક અત્યાધુનિક વાયુ સંરક્ષણ પ્રણાલી છે. આ મિસાઈલમાં દુશ્મનની મિસાઈલ, ડ્રોન અથવા લડાકુ વિમાનને આકાશમાં જ તોડી પાડવાની ક્ષમતા છે. મિસાઈલમાં અનેક પ્રકારની ખાસીયતો છે, જેમ કે, તેમાં દુશ્મનની કોઈપણ ગતિવિધિ ઓળખવાની, લૉન્ચર તેમજ મિસાઈલને કંટ્રોલ અને ટાર્ગેટ કંટ્રોલ કરતી સિસ્ટમ જેવી અનેક સુવિધા છે. જો કોઈ મિસાઈલ અથવા જેટ સરહદ પાસે આવે તો, મિસાઈલ તુરંત તેને ટ્રેક કરે છે અને જવાબી કાર્યવાહીમાં મિસાઈલ છોડી તેને આકાશમાં જ તોડી પાડે છે. અમેરિકાએ યુક્રેનને રશિયન હવાઈ હુમલાથી રક્ષણ આપવા માટે અગાઉ આ સિસ્ટમ મોકલાવી હતી, જોકે ટ્રમ્પ યુક્રેનને વધુ મિસાઈલો આપવાનું વિચારી રહ્યા છે.

આ પણ વાંચો : ‘અમારી ભારત સાથે વાત કરાવો’ પાકિસ્તાનના વડાપ્રધાનની સાઉદી અરેબિયાના પ્રિન્સને આજીજી