પાકિસ્તાનની ફરી આજીજી, ભારત સાથે વાતચીત કરવા માંગે છે શાહબાજ, જાણો સાઉદીના યુવરાજને શું કહ્યું

Pakistan And Saudi Arabia Relationship : આર્થિક સંકટનો સામનો કરી રહેલા અને પાણી માટે તરફડિયાં મારી રહેલું પાકિસ્તાન ભારત સાથે તમામ મુદ્દે વાતચીત કરવા માંગે છે. થોડા દિવસ પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયું હતું, આ દરમિયાન ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનનો હોંશ ઉડાવી દીધા છે. ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન વાતચીત કરવા માટે આજીજી કરી રહ્યું છે. આ મામલે પાકિસ્તાનના વડાપ્રધાને સાઉદી અરેબિયાના યુવરાજને ટેલિફોન વાતચીત કરી કહ્યું કે, અમારી ભારત સાથે વાતચીત કરાવો.
પાકિસ્તાનના વડાપ્રધાન સાઉદી પ્રિન્સ સાથે કરી વાતચીત
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે (PM Shahbaz Sharif) સાઉદી અરેરિયાબિયાના પ્રિન્સ મોહમ્મદ બિલ સલમાન (Saudi Arabia Prince Mohammed Bin Salman) સાથે ટેલિફોનીક વાતચીત કરી છે અને ભારત સાથે વાતચીત કરાવવા આજીજી કરી છે. શરીફે કહ્યું કે, પાકિસ્તાન બાકી મુદ્દાઓ પર ભારત સાથે સાર્થક વાતચીત કરવા માંગે છે. રેડિયો પાકિસ્તાનના રિપોર્ટ મુજબ, શાહબાજે સાઉદીના પ્રિન્સે કહ્યું કે, ‘પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, પાણી, વ્યાપાર અને આતંકવાદ સહિત તમામ મુદ્દાઓ પર ભારત સાથે સાર્થક વાતચીત કરવા તૈયાર છે.’
આ પણ વાંચો : જોર્ડન, ઓમાન, સીરિયા... વિશ્વના 51 દેશોમાં અમેરિકન સેનાની હાજરી! જાણો કારણ
અમે ભારત સાથે તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા તૈયાર : શાહબાજ શરીફ
રેડિયો પાકિસ્તાને કહ્યું કે, ‘શરીફ અને સાઉદી નેતાઓ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ વાતચીત કરી છે. શરીફે કહ્યું કે, ‘પાકિસ્તાન ઈરાન-ઈઝરાયલ બંધ કરવા અને વાતચીત તેમજ રાજદ્વારીથી શાંતિપૂર્ણ સમાધાનથી વિવાદનો નિવેડો લાવવા માટે સમર્થન કરે છે.’ ટેલિફોનિક વાતચીત દરમિયાન બંને નેતાઓએ એકબીજાનો આભાર વ્યક્ત કર્યો છે. સાઉદી પ્રિન્સે સાઉદી અરબ પ્રત્યે પાકિસ્તાનની એકજુટતા અને સમર્થનની પ્રશંસા કરી છે. મોહમ્મદ બિન સલમાને ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં શાંતિપૂર્ણ સમાધાનને પ્રોત્સાહન આપવા પાકિસ્તાનની ભૂમિકાની પ્રશંસા કરી છે.
અગાઉ શાહબાજે અમેરિકાને પણ કરી હતી વિનંતી
આ પહેલા શાહબાજ શરીફે ભારત સાથે વાતચીત કરાવવા માટે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો (US State Secretary Marco Rubio)ને વિનંતી કરી હતી. જોકે ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે, ભારત પાકિસ્તાન સાથે માત્ર પાકિસ્તાનના કબજા હેઠળના પીઓકે પરત આપવા માટે અને આતંકવાદ મુદ્દે જ વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો, જેમાં પ્રવાસીઓ સહિત 26 લોકોના મોત થયા હતા. ત્યારબાદ ભારતે પાકિસ્તાન (India-Pakistan Controversy) વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરવાની સાથે એરસ્પેસ પણ બંધ કરી દીધું હતું. એટલું જ નહીં. ભારત સ્થિત પાકિસ્તાની દૂતાવાસમાંથી તેમના કર્મચારીઓને પણ હાંકી કાઢ્યા હતા. બીજીતરફ પાકિસ્તાને પણ પોતાની એરસ્પેસ ભારત માટે બંધ કરી દીધી હતી. ત્યારબાદ ભારતે સાતમી મેએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં અનેક આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા અને 100થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. એટલું જ નહીં ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના એરબેઝ પણ ધ્વસ્ત થઈ ગયા હતા.

