વડાપ્રધાન મોદી મનીલાનાં ખાલસા-દીવાનનાં દર્શને ને ગુરૂદ્વારાના વિકાસ પુનરોદ્ધાર માટે ખાત મુહૂર્ત કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- તે ખાત-મુહૂર્ત પ્રસંગે મનીલાના મેયર મોરેનો અને સેનેટર એસ્ક્યુડેરો ઉપસ્થિત હતા : મોદીએ ત્યાં ઉપસ્થિત ભારતીયો સાથે મુક્ત મને વાતચીત કરી
મનીલા : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે અહીં રહેલાં ફીલીપાઇન્સનાં સૌથી જૂના ગુરૂદ્વારા 'ખાલસા-દીવાન'નાં દર્શને ગયા હતા અને આ પ્રસિદ્ધ ગુરૂદ્વારાના પુનરોધ્ધાર તથા વિસ્તરણ માટેનાં કાર્યનું ખાત-મુહૂર્ત કર્યું હતું.
આ સો વર્ષ જૂના ઐતિહાસિક ગુરૂદ્વારાના પુનરોદ્ધાર અને વિસ્તરણ માટેનાં ખાત મુહૂર્ત પ્રસંગે મનીલાના મેયર ફ્રાંસિસ્કો, ઈસ્કો મોરેનો તથા સેનેટર ફ્રાંસિસ જોસેફ એસ્કયુડેરો પણ ઉપસ્થિત હતા. તે સમયે ભારતીય સમુદાય પણ ત્યાં હાજર રહ્યો હતો. વડાપ્રધાને તે ખાત-મુહૂર્ત વિધિ પછી તે સર્વેની સાથે ખુલ્લાં મને વાતચીત કરી હતી.
નરેન્દ્ર મોદી ફીલીપાઈન્સની ત્રણ દિવસની મુલાકાતે છે. આ શુભ પ્રસંગે તેઓએ કહ્યું હતું કે, 'અહીં આવતાં મારી ઉપર ગુરૂઓના આશિર્વાદ વરસી રહ્યાં હોય તેવો ભાસ થાય છે.'
આ ખાત-મુહૂર્ત વિધિ પછી વડાપ્રધાને ગુરૂદ્વારામાં કર-સેવા પણ કરી હતી. આ ગુરૂદ્વારા ૧૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન છે. ૧૯૨૪માં ત્યાં વસેલા શિખો દ્વારા આ ગુરૂદ્વારનું નિર્માણ કરાયું હતું.
આ શુભ પ્રસંગ અંગે ભારતનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 'ખાલસા-દીવાન'ના પુનનિર્માણ અને વિસ્તરણ માટે વડાપ્રધાનના હસ્તે થયેલું ખાત મુહૂર્ત ભારત અને ફીલીપાઇન્સના લોકો વચ્ચેના સૈકા જૂના સાંસ્કૃતિક સંબંધોની પ્રતીતી કરાવે છે.




