ભારત સહિતના દેશો પર 100% ટેરિફની તૈયારી! ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદા પર કર્યા હસ્તાક્ષર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump and India Tariff : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઇરાન પર પ્રતિબંધો વધુ આકરા બનાવતા એક મહત્ત્વપૂર્ણ કાયદા પર હસ્તાક્ષર કરી દીધા છે. આ નવા કાયદા હેઠળ રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદનારા દેશો, ખાસ કરીને ભારત અને ચીન પર 100 ટકા સુધીનો ભારે ટેરિફ (આયાત શુલ્ક) લાદવાનો આત્યંતિક અધિકાર અમેરિકન પ્રમુખને પ્રાપ્ત થયો છે.
‘લિન્ડસે ઓ. ગ્રેહામ એક્ટ 2026’ થયો લાગુ
વ્હાઇટ હાઉસ દ્વારા શુક્રવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 'લિન્ડસે ઓ. ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઇરાન એક્ટ ઓફ 2026' પર સહી કરી દીધી છે. બુધવારે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. આ કાયદા હેઠળ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો અને ટેરિફ લાદવાની સાથે ઇરાન પરના અગાઉના પ્રતિબંધોને પણ વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે.
ભારત અને ચીન પર ટેરિફની તલવાર અદ્ધર
આ કાયદો ખાસ કરીને રશિયન ઊર્જાના સૌથી મોટા ખરીદદારોને લક્ષ્યમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જો પ્રમુખ ટ્રમ્પ ભારત પર 100 ટકા ટેરિફ લાદવાનો આખરી નિર્ણય લે છે, તો અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનોની કિંમતોમાં જંગી વધારો થશે. આનાથી અમેરિકામાં નિકાસ કરતા ભારતીય વેપારીઓ અને નિકાસકારો પર ભારે આર્થિક દબાણ આવી શકે છે. કયા દેશ પર કેટલો ટેરિફ લાદવો તેનો આખરી નિર્ણય પ્રમુખ ટ્રમ્પ પોતે કરશે.
‘શેડો ફ્લીટ’ અને રશિયન બેંકો પર શિકંજો
સાઉથ કેરોલિનાના દિવંગત સેનેટર લિન્ડસે ગ્રેહામના નામ પરથી બનાવવામાં આવેલા આ કાયદાને તૈયાર કરવામાં એક વર્ષથી વધુ સમય લાગ્યો હતો. આ કાયદા હેઠળ માત્ર તેલ ખરીદનારા દેશો જ નહીં, પરંતુ રશિયન અધિકારીઓ, રશિયન બેંકો અને રશિયન તેલની હેરફેર કરતી ‘શેડો ફ્લીટ’ (ગુપ્ત ટેન્કરો) ને પણ સીધી રીતે નિશાન બનાવવામાં આવ્યા છે. ટૂંકમાં, અમેરિકાએ આ નવા કાયદા દ્વારા રશિયા અને ઇરાનની આર્થિક ઘેરાબંધી વધુ મજબૂત બનાવી દીધી છે.




