World
એન્થ્રોપિકનું વેલ્યુએશન માત્ર એક વર્ષમાં 904 અબજ ડોલર વધ્યું
By GS Team
27 Jun 20261 min read
કેલિફોર્નિયા સ્થિત AI કંપની એન્થ્રોપિકે સ્ટાર્ટઅપ્સના ઇતિહાસનો સૌથી મોટો વાર્ષિક ઉછાળો નોંધાવ્યો છે. તાજેતરના ફંડિંગ બાદ કંપનીનું વેલ્યુએશન 965 અબજ ડોલર થયું છે, જે એક વર્ષ પહેલાં 61.5 અબજ ડોલર હતું. એમેઝોન અને ગૂગલ જેવી કંપનીઓએ પણ આ AI મોડેલ ક્લોડ બનાવતી કંપનીમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- સ્ટાર્ટઅપ્સના ઈતિહાસનો સૌથી મોટો ઉછાળો
- વર્ષ પહેલા કંપનીનું વેલ્યુએશન 61.5 અબજ ડોલર હતું : તાજેતરના ફંડિગ બાદ 965 અબજ ડોલર થયું
કેલિફોર્નિયા : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. તેનું સૌથી મોટું ઉદાહરણ અમેરિકાની એઆઈ કંપની એન્થ્રોપિક બની છે. કંપનીના વેલ્યુએશનમાં માત્ર એક વર્ષમાં જ ૯૦૪ અબજ ડોલરનો વધારો નોંધાયો છે. જેને પ્રાઈવેટ સ્ટાર્ટઅપ્સના ઈતિહાસનો સૌથી મોટો વાષક ઉછાળો માનવામાં આવી રહ્યો છે. તાજેતરના ફંડિંગ રાઉન્ડમાં ૬.૫ અબજ ડોલરનું રોકાણ મેળવ્યા બાદ એન્થ્રોપિકનું વેલ્યુએશન ૯૬૫ અબજ ડોલર પહોંચ્યું છે. એક વર્ષ પહેલાં કંપનીનું વેલ્યુએશન ૬૧ અબજ ડોલર હતું એટલે કે, એક વર્ષમાં તેના મૂલ્યાંકનમાં અંદાજે ૯૦૪ અબજ ડોલરનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૧માં ઓપનએઆઈના પૂર્વ અધિકારીઓ દ્વારા સ્થાપિત એન્થ્રોપિકનું એઆઈ મોડેલ ક્લોડ વિશ્વભરની અનેક કંપનીઓ અને સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.
એમેઝોન અને ગૂગલ જેવી કંપનીઓએ પણ એન્થ્રોપિકમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. છેલ્લા બે વર્ષમાં એન્થ્રોપિક સિવાય અન્ય એઆઈ કંપનીઓમાં પણ રોકાણનો અભૂતપૂર્વ પ્રવાહ જોવા મળી રહ્યો છે. ઓપનએઆઈને માઈક્રોસોફ્ટ તરફથી અબજો ડોલરનું રોકાણ મળ્યું. જ્યારે, ઈલોન મસ્કની એક્સએઆઈએ પણ વિશ્વની ટોપ એઆઈ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે.