World

નેપાળમાં PM બાલને : બાંગ્લાદેશમાં તારિક રહેમાન એક જ દિવસે ભારતની બે મહત્વની મુલાકાત

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે પ્રથમવાર ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવ સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેમણે ચીન અને અમેરિકાના રાજદૂતોને પણ મળ્યા. આ ઘટના દર્શાવે છે કે નેપાળ ભારત સાથે સંતુલિત સંબંધો જાળવવા માંગે છે. બીજી તરફ, બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને ભારતના રાજદૂતને મળ્યા. શેખ હસીનાના વર્ચ્યુઅલ સંબોધન બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં PM બાલને : બાંગ્લાદેશમાં તારિક રહેમાન એક જ દિવસે ભારતની બે મહત્વની મુલાકાત
  • ભારતના રાજદૂતને મળ્યા પછી બાલને ચીન અને અમેરિકાના રાજદૂતને મળ્યા, હસીનાનાં વર્ચ્યુઅલ સંબોધન પછી બાંગ્લાદેશ ભારત વચ્ચે તણાવ વધ્યો છે

નવી દિલ્હી : કૂટનીતિ માટે સોમવારનો દિવસ ભારત માટે મહત્વનો બની રહ્યો. નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે પહેલી જ વાર કોઈ વિદેશી રાજદૂત સાથે એક થી એક મંત્રણા કરી. તેવો ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવને શાંતિથી મળ્યા. તે પછી તેઓએ ચીનના રાજદૂત અને અમેરિકાના રાજદૂત સાથે મંત્રણા કરી સામાન્ય પ્રોટોકોલ દર્શાવે છે કે, કયા દેશના રાજદૂતને સૌથી પહેલા દેશના વડાપ્રધાન કે પ્રમુખ મુલાકાત આપે તે ઉપરથી તે દેશ પ્રત્યેની તેની નિકટતા અને માન નિશ્ચિત કરી શકાય છે. જો કે નવીન શ્રીવાસ્તવને મળ્યા પછી બાલેન શાહ તુર્ત જ ચીનના રાજદૂતને મળ્યા. તેઓ બંને દેશ વચ્ચે બેલેન્સ રાખવા માગે છે. તે આ ઉપરથી જાણી શકાય છે. ભારત અને ચીનના રાજદૂતો મળ્યા પછી બાલને અમેરિકાના રાજદૂતને પણ મુલાકાત આપી. આ મુલાકાત થોડી લાંબી ચાલી રહી છે તે સહજ પણ છે.
પૂર્વમાં બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને ભારતના રાજદૂત દિનેશ ત્રિવેદીને મુલાકાત આપી. દિનેસ ત્રિવેદીએ તેઓની વડાપ્રધાન પદે થયેલી વરણી માટે અભિનંદનો પણ આપ્યા.
આ મુલાકાતમાં સૌથી મહત્વનું પાસું નવી દિલ્હીમાં બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દિલ્હીમાં પત્રકારોને કરેલા વર્ચ્યુઅલ સંબોધનનું હતું. તે સંબોધનમાં હસીનાએ સ્વદેશ પાછા ફરવાની કરેલી જાહેરાતે તારિક રહેમાન સરકારને મુંઝવણમાં તો મુકી જ દીધી છે. તેઓ હસીનાના પ્રત્યાર્પણની પણ માગણી કરી રહ્યા છે. તેથી બંને દેશો વચ્ચે તંગદિલી છે. તેમ છતાં તારિક રહેમાને ભારતના હાઈકમિશનરને આપેલી મુલાકાત ઉલ્લેખનીય બની રહી છે. એક મત તેવો પણ છે કે રહેમાન સમજતા જ હશે કે ભારત શેખ હસીનાને સામે ચાલીને તો બાંગ્લાદેશને સોંપે જ નહીં. પરંતુ દેશનાં આંતરિક રાજકારણની દ્રષ્ટિએ તેઓએ હસીનાનાં પ્રત્યાર્પણની વાત કરી હશે.
નેપાળની વાત જુદી છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક સંબંધો ગાઢ રહ્યા છે. બાલેન શાહે પણ બંને દેશોના ઐતિહાસિક સંબંધો યાદ કરવા આપસી સંબંધો વધુ ગાઢ બનાવવા વચન આપ્યું હતું.
ભારતે શ્રીલંકાને કરેલી અઢળક સહાય બંને દેશો જાણે જ છે. તેથી તેઓ ભારત સાથે ગાઢ સંબંધો ઇચ્છે છે. એવું લાગે છે કે બંને દેશોમાં ચીનની રમત બહુ ચાલી શકશે નહીં.