Get The App

પાકિસ્તાનમાં પેટ્રોલ લીટર દીઠ રૂ. 322 પહોંચ્યું શહબાઝ શરીફ જનતાને ધીરજ રાખવા વિનવે છે

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનમાં પેટ્રોલ લીટર દીઠ રૂ. 322 પહોંચ્યું શહબાઝ શરીફ જનતાને ધીરજ રાખવા વિનવે છે 1 - image

- પાકિસ્તાનમાં પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘુ : પેટ્રોલ રૂ. 322, ડીઝલ રૂ. 335 લોકો બિનજરૂરી સફર ન કરે : અકારણ મોટરસાઇકલ કે સ્કુટરનો ઉપયોગ ન કરે

ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને જઈ રહ્યાં છે. પેટ્રોલ લીટર દીઠ રૂ. ૩૨૨ અને ડીઝલ લીટર દીઠ રૂ. ૩૩૫ સુધી પહોંચી ગયું છે. આશ્ચર્ય તે છે કે પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું છે.

હોર્મુઝ સ્ટ્રેઇટસ બંધ થતાં દુનિયાભરમાં ક્રૂડનો તો કકળાટ શરૂ થઈ જ ગયો છે તેમાં પાકિસ્તાનમાં રીફાઈનરીઝ પણ ઓછી છે તેથી પેટ્રોલ, ડીઝલના ભાવ ચગતા જ જાય છે.

ભારતમાં રીફાઈનરીઝ પૂરતા પ્રમાણમાં છે. બીજું ભારત સરકારે સેન્ટ્રલ એક્સાઇ ડયુટી ઘટાડી પેટ્રોલ-ડીઝલના ભાવ થોડા કાબુમાં રાખવા પ્રયત્ન કર્યો છે.

બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફને લોકોને સલાહ આપવી પડી છે કે લોકો બિનજરૂરી બસની પણ મુસાફરી ન કરે, તેમજ મોટર, મોટર-બાઈક કે સ્કુટરનો પણ અકારણ અને બિનજરૂરી ઉપયોગ ન કરે.

શરીફે વધુમાં કહ્યું કે, તેલની કિંમત કાબુમાં રાખવા માટે સરકાર પ્રયત્નો તો કરી જ રહી છે, પરંતુ તેમાં તમારા સહકારની પણ પુરી જરૂર છે.

તેઓએ વધુમાં કહ્યું કે, આજથી શરૂ થનારાં નવા સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત વધશે તેમ સૌ કોઈ માને છે. તે સત્ય પણ છે. પરંતુ તે વધારાની કિંમતનો બોજ સરકાર પોતે જ ઉઠાવશે. તે માટે રૂપિયા (પાકિસ્તાની રૂપિયા) ૫૬ અબજ ફાળવવામાં આવ્યા છે. તમારે તે બોજો ઉઠાવવો નહીં પડે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં શુક્રવારે રજા રખાય છે તેથી શનિવારથી નવું સપ્તાહ શરૂ થાય છે.

તેઓએ જનતાજોગ કરેલા વિડીયો સંબોધનમાં જનતાને આશ્વસ્ત કરતાં આગળ કહ્યું, 'દુનિયાભરમાં પેટ્રોલ ડીઝલની કિંમત ઓછામાં ઓછી બમણી થઈ ગઈ છે. વાસ્તવમાં આજના દિવસે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ રૂ. ૫૪૪ હોત છતાં તમોને ૩૨૨ રૂપિયે મળે છે. ડીઝલ તો ૭૯૦ રૂપિયે થયું હોત તે તમોને રૂ. ૩૩૫ના દરે મળી શકે છે.'

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીનો દાવો કરી રહ્યું હતું પરંતુ તેનાં તેલ ટેન્કર ઉપર જ ઈરાનના મિસાઇલ ત્રાટક્યાં કારણ કે તે અમેરિકા તરફી છે.