Get The App

8 મિનિટમાં 8 અબજથી વધુના ઘરેણાં ચોરનારો ચોર પકડાયા? પેરિસના મ્યૂઝિયમમાં કરી હતી લૂંટ

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
8 મિનિટમાં 8 અબજથી વધુના ઘરેણાં ચોરનારો ચોર પકડાયા? પેરિસના મ્યૂઝિયમમાં કરી હતી લૂંટ 1 - image


Louvre Museum: પેરિસના પ્રખ્યાત લૂવર મ્યુઝિયમમાંથી ક્રાઉન જ્વેલ્સ ચોરી કેસમાં પોલીસે બે શંકાસ્પદની ધરપકડ કરી છે. ચોરીની આ ચોંકાવનારી ઘટનાના એક અઠવાડિયા પછી જ આ ધરપકડ કરવામાં આવી છે. ચોરોએ 102 મિલિયન ડૉલર એટલે કે 8 અબજ રૂપિયાથી વધુના ઐતિહાસિક ઘરેણાંની ચોરી કરી હતી.

એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ

ફરિયાદીના કાર્યાલયે રવિવારે (26 ઓક્ટોબર) જણાવ્યું હતું કે, તપાસકર્તાઓએ શનિવારે (25 ઓક્ટોબર) સાંજે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન એક શંકાસ્પદની પેરિસ ચાર્લ્સ ડી ગૌલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે દેશ છોડવાની તૈયારી કરી રહ્યો હતો.

આ પણ વાંચોઃ VIDEO: રશિયાએ યુક્રેનની સાથે અમેરિકાનું ટેન્શન વધાર્યું! 'અદ્રશ્ય' ન્યૂક્લિયર મિસાઈલનું પરીક્ષણ કરીને સૌને હચમચાવી દીધા

મીડિયા અહેવાલો અનુસાર, ધરપકડ કરાયેલા બંને શંકાસ્પદ વ્યક્તિઓ 30 વર્ષની ઉંમરના છે અને તેમનો અગાઉનો પોલીસ રેકોર્ડ છે. ડીએનએ સેમ્પલ દ્વારા એક શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી, જ્યારે ઘટનાસ્થળેથી આશરે 150 ફોરેન્સિક નમૂના લેવામાં આવ્યા હતા. એવી અપેક્ષા છે કે બંનેને 96 કલાક સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી શકે છે.

8 મિનિટમાં ચોરી થયા ઘરેણાં

નોંધનીય છે કે, માત્ર આઠ મિનિટમાં, ચોરોએ આશરે 88 મિલિયન યુરો (લગભગ 102 મિલિયન ડોલર)ના ઝવેરાત ઘરેણાં ચોરી લીધા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચોર બાસ્કેટ લિફ્ટનો ઉપયોગ કરીને મ્યુઝિયમની દિવાલ પર ચઢી ગયા હતા અને બારી તોડી હતી. ત્યારબાદ ડિસ્પ્લે કેસ તોડી નાખ્યો હતો અને પછી ઘરેણાં લઈને ભાગી ગયા હતા.

આ પણ વાંચોઃ ચીનની ગ્રે ઝોન રણનીતિ : ચીની સમુદ્રીય મિલિશિયા માછલી પકડવાની નૌકાઓનો સહારો લઇ રહ્યું છે

પેરિસમાં એક ખાસ પોલીસ ટીમ આ કેસની તપાસ કરી રહી છે.

આ કેસની તપાસ એક ખાસ પોલીસ યુનિટ દ્વારા કરવામાં આવી રહી છે જે સશસ્ત્ર લૂંટ અને આર્ટ ચોરી સંબંધિત ગુનાઓની તપાસ કરે છે. ફરિયાદી લોરે બેકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે માહિતીના અકાળે લીક થવાથી તપાસમાં અવરોધ આવી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે 100થી વધુ તપાસકર્તાઓ ચોરાયેલા દાગીના મેળવવા અને તમામ ગુનેગારોને પકડવા માટે કામ કરી રહ્યા છે.

Tags :