Get The App

ચીનની ગ્રે ઝોન રણનીતિ : ચીની સમુદ્રીય મિલિશિયા માછલી પકડવાની નૌકાઓનો સહારો લઇ રહ્યું છે

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
ચીનની ગ્રે ઝોન રણનીતિ : ચીની સમુદ્રીય મિલિશિયા માછલી પકડવાની નૌકાઓનો સહારો લઇ રહ્યું છે 1 - image


- ચીનનો ધ્વજ ફરકાવતી 315 જેટલી ફીશિંગ બોટસ જીપીએસ અને સ્વચાલિત ઓળખ પ્રણાલીનાં સિગ્નલો પર સતત નજર રાખે છે

નવી દિલ્હી : ચીન અને તાઈવાન વચ્ચેના તંગદિલી ભર્યા સંબંધો સૌ કોઈ જાણે છે. ચીની યુદ્ધ વિમાનો તાઈવાનનાં હવાઈ ક્ષેત્રમાં અતિક્રમણ કરી રહ્યાં છે. તેવામાં એક વધુ ચિંતાજનક સમાચાર આવ્યા છે. તાઈપે ટાઈમ્સ, અમેરિકા સ્થિત અગ્રીમ થિંક ટેન્કના તાજા રીપોર્ટ પરથી જણાવે છે કે ચીનની સમુદ્રીય મિલિશિયા, તાઈવાન સ્ટ્રેઇટ્સમાં ગ્રે ઝોન રણનીતિઓ અપનાવી સેંકડો નાગરિક ફીશીંગ બોટ્સ તે સ્ટ્રેઇટ્સમાં ઘૂસાડી રહ્યું છે.

સેન્ટર ફોર સ્ટ્રેટેજિક ઇન્ટરનેશનલ સ્ટડીઝ (સીએસઆઈએસ)ના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાઈવાનને ધમકી આપવા માટે બેવડો ઉપયોગ કરે તેવી બોટ્સ તાઈવાન સ્ટ્રેટસમાં વહેતી મુકે છે. તેણે ૩૧૫ જેટલી આવી નૌકાઓ વહેતી મુકી છે. તે જી.પી.એસ. અને સ્વચાલિત ઓળખ બની રહે તેવી છે.

આ માહિતી સી.એસ.આઈ.એસ.ની રીસર્ચ ટીમે વૈશ્વિક ફીશીંગ બોટ્સની ગતિવિધિઓનાં સ્થાનોનો નકશો તૈયાર કરી ચીનની ગુપ્ત યુદ્ધ નૌકાઓ જુદી તારવી લીધી છે તે માટેના અભ્યાસનું નામ. સ્વૉર્ડ ૨૦૨૪એ અને સ્વૉર્ડ ૨૦૨૪ બી. આપવામાં આવ્યું છે અને તેમણે આ ડેટા મેળવ્યો છે.

ચીનનાં અનેક જહાજોએ બ્લેક આઉટ (નબળા સિગ્નલ્સ) દ્વારા અંતર રાષ્ટ્રીય રજીસ્ટ્રીમાં પોતાનાં નામ પણ બદલી નાખ્યાં છે. તેનાં એક જહાજે તો એક જ વર્ષમાં ૧૧ અલગ અલગ મોબાઈલ સમુદ્રી સેવાનાં આઈડેન્ટીટી સીરીયલ નંબરોમાં ૧૧ વખત ફેરફાર કર્યો છે. આવા કુલ ૧૩૦૦ ફેરફારો નોંધાયા છે. જેથી તે જહાજોની ઓળખ મેળવવી મુશ્કેલ બને.

ઉક્ત થિંક ટેન્કે અમેરિકા અને તેના સાથી દેશોની ગુપ્તચર એજન્સીઓને આવાં સંદિગ્ધ જહાજો સાથે જોડાયેલાં નેટવર્કની પણ માહિતી મેળવવા અનુરોધ કર્યો છે.

Tags :