બ્રિટનના 85 વિસ્તારોમાં પાકિસ્તાની દુષ્કર્મીઓની ગેંગ સક્રિય, UK સાંસદના રિપોર્ટથી ખળભળાટ
Pakistani Rape Gang UK Reports : બ્રિટનના સાંસદે પાકિસ્તાની દુષ્કર્મીઓની ગેંગ મામલે ચોંકાવનારો ખુલાસો કરતા ખળભળાટ મચી ગયો છે. અપક્ષ સાંસદ રૂપર્ટ લોવે તપાસ કર્યા બાદ રિપોર્ટમાં કહ્યું છે કે, દેશના 85 વિસ્તારોમાં પાકિસ્તાની દુષ્કર્મીઓની ગેંગ સક્રિય છે, જેઓ નિર્દોષ છોકરીઓને શિકાર બનાવી રહ્યા છે. આ દુષ્કર્મીઓની ગેંગમાં મુખ્યરૂપે પાકિસ્તાની પુરુષ સામેલ છે અને તેઓ દાયકાઓથી આવા ઘૃણાસ્પદ કૃત્યોને અંજામ આપી રહ્યા છે.
ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં અધિકારીઓ નિષ્ફળ : સાંસદ
રૂપર્ટ લોવએ સોશિયલ મીડિયા પર શેર કરેલ ‘ગેંગ-આધારિત બાળ જાતીય શોષણ’ રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘અમે ગેંગના બીભત્સ પરાક્રમો વિશે જેટલું જાણતા હતા, તેનાથી પણ વધુ તેઓ ભયાનક છે.’ બ્રિટનના અધિકારીઓ દુષ્કર્મી ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. તેમાં લખાયું છે કે, ‘આ રિપોર્ટ અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો છે. પાકિસ્તાની પુરુષોની કૃત્ય કરવાની પેટર્ન ઓળખવામાં સરકારી સંસ્થાઓ નિષ્ફળ ગઈ છે, જે ઘોર બેદરકારી છતી કરે છે.’
આ પણ વાંચો : ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા, ટેરિફ અંગે મોટું નિવેદન
પાકિસ્તાની દુષ્કર્મી ગેંગ દેશમાં 1960થી સક્રિય
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે સરકારનું સમર્થન મેળવ્યા બાદ જૂનમાં પાકિસ્તાન દુષ્કર્મીગેંગ વિરુદ્ધ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે સાંસદ રૂપર્ટે પહેલેથી જ તપાસ શરુ કરાવી દીધી હતી. રિપોર્ટ મુજબ, આ ગેંગમાંથી કેટલીક ગેંગો 1960થી બ્રિટનમાં સક્રિય છે. આવા પાકિસ્તાનીઓને બળજબરીથી ડિપોર્ટ કરવાનું પણ રિપોર્ટમાં સૂચન અપાયું છે.
પીડિતોએ વેદના ઠાલવી
ગેંગનો પર્દાફાશ કરનાર તપાસ ટીમે કહ્યું કે, અમે અસંખ્ય પીડિતો, સંબંધીઓ અને બાતમીદારોની જુબાનીઓ તેમજ અધિકાર હેઠળ મળેલી હજારો અરજીના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે. અનેક પીડિતોએ તપાસ ટીમને કહ્યું કે, કેટલાક પીડિતોને નાનપણથી જ લલચાવીને જાળમાં ફસાવાયા, માદક પદાર્થ આપ્યા અને દુષ્કર્મ કરવામાં આવ્યું, તો કેટલાકને તસ્કરી કરાયા બાદ ચૂપ રહેવાની ધમકી આપવામાં આવી. સાંસદો વધુમાં કહ્યું કે, પાકિસ્તાની દુષ્કર્મી ગેંગોએ લાખો યુવતીઓની જિંદગી બરબાદ કરી નાખી છે. સરકાર તપાસ કરવામાં આનાકાની કરી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો : જંગલની આગને કારણે બીજા વિશ્વ યુદ્ધ સમયના છુપાયેલા બોમ્બ ફાટ્યા, લોકો ઘર છોડી ભાગ્યા