Get The App

જંગલની આગને કારણે બીજા વિશ્વ યુદ્ધ સમયના છુપાયેલા બોમ્બ ફાટ્યા, લોકો ઘર છોડી ભાગ્યા

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
જંગલની આગને કારણે બીજા વિશ્વ યુદ્ધ સમયના છુપાયેલા બોમ્બ ફાટ્યા, લોકો ઘર છોડી ભાગ્યા 1 - image


England Yorkshire Forest Fire: ઇંગ્લૅન્ડના યોર્કશાયરના જંગલમાં આગ ફાટી નીકળ્યા બાદ અચાનક વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટના કારણે જંગલમાં આગ ઝડપથી પ્રસરી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કાદવ-કીચડવાળા વિસ્તારમાં છુપાવેલા બોમ્બ અને ટેન્ક શેલ જંગલના દાવાનળની ઝપેટમાં આવી જતાં વિસ્ફોટ થયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, નોર્થ યોર્ક મૂર્સના જંગલ વિસ્તારમાં દાવાનળ ફાટ્યો હતો. જેના કારણે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન છુપાવેલા અજાણ્યા બોમ્બ અને ટેન્ક શેલ ફૂટી રહ્યા છે. વિસ્ફોટને કારણે આસપાસના લોકો ભયભીત બન્યા છે. લોકો પોતાનું ઘર છોડી સુરક્ષિત વિસ્તારમાં આશરો લઈ રહ્યા છે. વહીવટીતંત્રે સ્થાનિક રહેવાસીઓને હાલ આ વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ગત સપ્તાહે આ દાવાનળ પર કાબૂ મેળવાયો હતો, પરંતુ હવાની દિશા બદલાતા અને તાપમાન વધતાં 24 કલાકમાં જ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.



છુપાવેલા બોમ્બ ફૂટ્યા

જંગલમાં એકપછી એક બોમ્બ બ્લાસ્ટના કારણે અન્ય વિસ્તારોમાંથી ઇમરજન્સી ટુકડીઓ મદદ માટે બોલાવવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ છેલ્લા બે સપ્તાહથી લેંગડેલ મૂરમાં આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે, જે હવે 2,000 એકરમાં ફેલાઈ છે. મૂરલૅન્ડ ઍસોસિએશને જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જમીનમાં છુપાવેલા બોમ્બ અને શેલ આગના સંપર્કમાં આવતા ફૂટ્યા છે. જેના લીધે ઓછામાં ઓછા 18 વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટના કારણે આગ ઓલવવામાં મુશ્કેલી નડી રહી છે.

આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે જવા સૂચના

નોર્થ યોર્કશાયર ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસે આસપાસના રહેવાસીઓને સુરક્ષિત સ્થળે જવા સૂચના આપી છે. તેમને ગ્રેબ બેગ તૈયાર રાખવા કહ્યું છે. જેથી જેવી આગ ફેલાય અને ધુમાડાના સંપર્કમાં આવે તો તુરંત પોતાના ઘર ખાલી કરી દે. જે વિસ્તારમાં આગ લાગી છે, તે1940ના દાયકામાં ટેન્ક ટ્રેનિંગ મેદાન તરીકે ઓળખાતું હતું. કાઉન્ટીના મુખ્ય ફાયર બ્રિગેડ ઑફિસર જોનાથન ડાયસને જણાવ્યું હતું કે, આ એક ભયાવહ દાવાનળ છે. ઇંગ્લૅન્ડવાસીઓને અન્ય સેવાઓમાં મદદરૂપ થવા અપીલ છે.

જંગલની આગને કારણે બીજા વિશ્વ યુદ્ધ સમયના છુપાયેલા બોમ્બ ફાટ્યા, લોકો ઘર છોડી ભાગ્યા 2 - image

Tags :