વકીલો, ખેડૂતો, મહિલાઓ... તમામ લોકો પાકિસ્તાન સરકારના વિરોધમાં, સિંધ પ્રાંતમાં કર્યા ઉગ્ર દેખાવો
Pakistan Canal Project Protest : આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાન સરકાર વિરુદ્ધ વકીલો, ખેડૂતો અને મહિલાઓએ ઉગ્ર દેખાવો શરૂ કરી દીધા છે. સિંધ પ્રાપ્તમાં અનેક પ્રોજેક્ટો મુદ્દે સરકાર વિરુદ્ધ અનેક લોકો દેખાવો કરી રહ્યા છે. લોકો સરકારની જનવિરોધી નીતિઓ અને પ્રાંતના અધિકારોના ઉલ્લંઘન મુદ્દે નારાજ થયા છે.
પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સિંધ પ્રાંતમાં ઉગ્ર દેખાવો
સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ ‘સિંધ પ્રાંતના લોકો કોર્પોરેટ ખેતી અને સિંધમાં છ નવી નહેરોના નિર્માણનો વિરોધ કરી રહ્યા છે. દેખાવકારોએ ‘મેહનતકશ ઔરત રેલી’ નામથી ઉગ્ર પ્રદર્શનો કરી રહ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ આજે યૂથ ઓડિટોરિયમથી આર્ટ્સ કાઉન્સિલ ઓફ પાકિસ્તાન સુધી રેલી યોજી હતી, જેમાં અનેક નોકરિયાત મહિલાઓ પણ જોડાઈ હતી. એટલું જ નહીં આ રેલીમાં ખેડૂતો, ટ્રાન્સજેન્ડર સમાજ સહિત અનેક પુરુષો પણ સામેલ હતા.
પાકિસ્તાન સરકારને ચેતવણી
ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ, રેલીની આગેવાની ગૃહસ્થ મહિલા કામદાર સંઘના મહામંત્રી જેહરા ખાન દ્વારા થઈ રહ્યું છે. જેહરાએ સરકારને ચેતવણી આપી છે કે, ‘સરકારની નીતિઓના કારણે સિંધની સભ્યતા ગંભીર ખતરાનો સામનો કરી રહી છે. નહેરોના નિર્માણના કારણે જળવાયુ પરિવર્તન અને પૂર જેવી સમસ્યા ઉભી થઈ શકે છે તેમજ જળ સંસાધનો અને સિંધુ ડેલ્ટાનો વિનાશ થઈ શકે છે, જેના કારણે સિંધ પ્રાંતના લાખો લોકોના જીવન અને જમીન પર ખતરો છે.’
આ પણ વાંચો : આઈસક્રીમનું રેપર ખોલતાં જ હોશ ઊડી ગયા, અંદર થીજી ગયેલો સાપ નીકળ્યો, બધા ચોંક્યા
સરકારની નીતિના કારણે ખાદ્ય સંકટ વધ્યું : જેહરા
તેમણે કહ્યું કે, ‘સરકારની નીતિઓ અને પ્રોજેક્ટના કારણે સિંધ પ્રાંતમાંથી અનેક લોકો પોતાનું ઘર છોડવા મજબૂર થયા છે. ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે, પાક ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે અને ખાદ્ય સંકટ વધી રહ્યું છે.’ તેમણે પંજાબના પ્રગતિસીલ જૂથોને પોતાના શાસકની નીતિઓનો વિરોધ કરવાતેમજ પ્રાંતના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે સિંધના અધિકારોનું સમર્થન કરવા લોકોને અપીલ કરી છે.’
રેલીમાં ખેડૂતો, વકીલો અને ટ્રાન્સજેન્ડર સમાજ પણ જોડાયો
‘મેહનતકશ ઔરત રેલી’માં જાતિય સતામણી, મહિલાઓ સામેના પૂર્વગ્રહોની પણ નિંદા કરવામાં આવી છે. આ રેલીમાં ખેડૂતો, વકીલો અને ટ્રાન્સજેન્ડર સમાજ પણ જોડાયો છે. સમાચાર પત્ર ડૉનના રિપોર્ટ મુજબ, ‘દેખાવકારો પંજાબના લોકો અને પાકિસ્તાનીઓને પ્રગતિશીલ શક્તિ સાથે એક થવાની અપીલ કરી રહ્યા છે. રેલીમાં સૌથી વધુ ખેડૂતો જોડાયા છે અને તેઓએ પંજાબની આગેવાની હેઠળના નહેર પ્રોજેક્ટોની ટીકા કરી છે.’
આ પણ વાંચો : આ તત્ત્વો સામે કડકમાં કડક પગલાં લો, કેલિફોર્નિયામાં મંદિર પર હુમલા મુદ્દે ભારત લાલઘૂમ