આઈસક્રીમનું રેપર ખોલતાં જ હોશ ઊડી ગયા, અંદર થીજી ગયેલો સાપ નીકળ્યો, બધા ચોંક્યા
Frozen Poisonous Snake In Ice cream: ઉનાળો આવતાની સાથે જ બધાને ઠંડી-ઠંડી આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે. કેટલાક લોકોને બટરસ્કોચ પસંદ હોય છે તો કેટલાકને ચોકલેટ આઈસ્ક્રીમ પસંદ હોય છે. પરંતુ ક્યારેક આઈસ્ક્રીમનો સ્વાદ સારો નથી હોતો તો ક્યારેક તેમાં કેટલીક ખામીઓ નીકળી આવે છે. હોટેલ કે રેસ્ટોરેન્ટમાંથી મંગાવેલ ફૂડમાંથી જીવાત નિકળવી, કે પછી આઇસ્ક્રીમમાંથી આંગળી નિકળવી આ બધી બાબતો જૂની થઈ ગઈ છે. હવે તાજેતરમાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં આઈસક્રીમનું રેપર ખોલતાં જ હોશ ઊડી ગયા અને મોઢામાંથી ચીસ નીકળી ગઈ.
આઈસક્રીમનું રેપર ખોલતાં જ હોશ ઊડી ગયા
થાઈલેન્ડના રેબન નક્લેંગબૂન નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આઈસ્ક્રીમ બતાવીને બધાને ચોંકાવી દીધા છે. જ્યારે રેબને આઈસક્રીમનું રેપર ખોલ્યું ત્યારે બધા ચોંકી ઉઠ્યા. તેની આઈસ્ક્રીમ સ્ટીકમાં થીજી ગયેલો સાપ નીકળ્યો. ત્યારબાદ રેબરે ફેસબુક પર બે તસવીર શેર કરી. આ તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આઈસ્ક્રીમમાં સાપ થીજી ગયો છે.
તસવીર શેર કરી
રેબને સ્થાનિક સ્ટ્રીટ વેન્ડર પાસેથી આઈસ્ક્રીમ ખરીદી હતી. તસવીર શેર કરતાં તેણે એક કેપ્શન લખ્યું, 'આટલી મોટી આંખો! શું તે હજુ પણ જીવે છે કે મરી ગયો છે? આ બ્લેક બીન સ્ટ્રીટ વેન્ડરની અસલી તસવીર છે, કારણ કે મેં ખુદ તેને ખરીદ્યો છે.'
તમને જણાવી દઈએ કે, બ્લેક બીન આઈસ્ક્રીમ એક લોકપ્રિય ફ્લેવર છે. પરંતુ કોઈએ વિચાર્યું નહીં હોય કે, તે આટલી અજીબોગરીબ ઘટનામાં બદલાઈ શકે છે. જોકે આ થાઈ વ્યક્તિએ આઈસ્ક્રીમના બ્રાન્ડનો ખુલાસો નથી કર્યો.
યૂઝર્સે મજા લીધી
સોશિયલ મીડિયા પર આ તસવીર આવ્યા બાદ ઘણા યૂઝર્સે તેની મજાક પણ ઉડાવી હતી. એક યુઝરે લખ્યું કે આ એક મુખ્ય સામગ્રી હોઈ શકે છે. બીજા એક વ્યક્તિએ મજાકમાં કહ્યું, સાપ વાળી આઈસ્ક્રીમ.