World

પાકિસ્તાને સંરક્ષણ કરારો નીચે સઉદી અરબમાં 8000 સૈનિકો અને જેટસ મોકલ્યા

By GS Team
18 May 20261 min read
પાકિસ્તાને સંરક્ષણ કરારો નીચે સઉદી અરબમાં 8000 સૈનિકો અને જેટસ મોકલ્યા

- ઈરાન સામે સાઉદી અરબસ્તાનને ઢાલ અનિવાર્ય છે

- પાકિસ્તાને મોટાભાગના ચીન સાથે બનાવેલાં જે.એફ.-17 ફાઈટર્સ તેમજ, ડ્રોન વિમાનોની બે સ્કવોડ્રન્સ સઉદીમાં મોકલી છે

નવી દિલ્હી : પાકિસ્તાને સઉદી અરબસ્તાનમાં ૮૦૦૦ સૈનિકો, ફાયટર જેટસ તથા એર ડીફેન્સ સીસ્ટમ્સ મોકલ્યાં છે. આ સર્વે તેણે સઉદી અરબસ્તાન સાથે થયેલાં સંરક્ષણ કરારો નીચે મોકલ્યાં છે, રોઈટર્સે આ માહિતી સોમવારે આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ઈરાન-અમેરિકા વચ્ચે મુખ્ય મધ્યસ્થી તરીકે પાકિસ્તાન કાર્યરત છે ત્યારે જ તેણે ઈરાન સામે સંરક્ષણની ઢાલ રચવા ભારે શસ્ત્ર સહાય કરી રહ્યું છે.

બંને દેશો વચ્ચે ગત વર્ષે થયેલા સંરક્ષણ કરારો ગુપ્ત રાખવામાં આવ્યા છે. તેટલું જ જાણવા મળ્યું છે કે બેમાંથી એક પણ દેશ ઉપર આક્રમણ થાય તો બીજા દેશે તેની સહાયે જવું. આ સાથે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે કહ્યું હતું કે આ કરારો દ્વારા સઉદી અરબસ્તાન પાકિસ્તાનની ન્યુક્લિયર અમ્બ્રેલા (પરમાણુ શસ્ત્ર રક્ષણ છત્રી) નીચે આવી જાય છે.

આ કરારો નીચે પાકિસ્તાને ૮૦૦૦ સૈનિકો સઉદી અરબસ્તાનમાં મોકલ્યા છે. ઉપરાંત ચીન સાથે સહકારમાં પાકિસ્તાનમાં જ બનાવેલા જે.એફ. ૧૭ ફાયટર્સની ૧૬ સ્કવોડ્રન્સ તેમજ ડ્રોન વિમાનોની બે સ્કવોડ્રન્સ સઉદી અરબસ્તાનમાં મોકલી છે.

તે સર્વવિધિત છે કે પાકિસ્તાનની કારમી આર્થિક કટોકટીમાં છેવટે સઉદી અરબસ્તાને જ તેને સહાય કરી ડૂબતું બચાવ્યું છે તે ઉપકારના બદલામાં પાકિસ્તાન સઉદી ઉપર નવાજી રહ્યું છે.