પાકિસ્તાનના પેશાવરમાં મોટો હુમલો, બે બ્લાસ્ટ બાદ બંદૂકધારીનો અંધાધૂંધ ગોળીબાર, 3ના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Blast and Attack News : પાકિસ્તાનના પેશાવરથી એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અહીં પેરામિલિટ્રી ફોર્સના હેડક્વાર્ટર પર મોટો હુમલો કરાયો છે. સ્થાનિકોએ આપેલી માહિતી પ્રમાણે બે મોટા વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો અને પછી બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.
પેરામિલિટ્રીના હેડક્વાર્ટરને નિશાન બનાવાયું
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોના આધારે માહિતી મળી રહી છે કે હજુ પણ પેરામિલિટ્રીના હેડક્વાર્ટર પર અથડામણની સ્થિતિ યથાવત્ છે. એક આત્મઘાતી હુમલાખોરે તો હેડક્વાર્ટરના ગેટ પર જ ફિદાયીન હુમલો કર્યો હતો. તેના બાદ ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો. હજુ સુધી બે આતંકી ઠાર મરાયાની માહિતી મળી રહી છે.
અત્યાર સુધી 3 લોકોના મોત
મળતી માહિતી અનુસાર પેશાવરમાં થયેલા આ હુમલામાં હુમલાખોરો સહિત ત્રણ લોકો જીવ ગુમાવી ચૂક્યાની માહિતી સામે આવી રહી છે. મૃતકોમાં એક આત્મઘાતી હુમલાખોરની સાથે એક અન્ય આતંકી સામેલ હોવાની જાણકારી મળી રહી છે. એવું કહેવાય છે કે ત્રણ સુરક્ષાકર્મીઓ પણ મૃત્યુ પામી ગયા છે જોકે હજુ તેની પુષ્ટી થઇ નથી.








