Get The App

પાકિસ્તાનની અમેરિકાને અરબ સાગરમાં પોર્ટ બનાવવાની ઓફર, ટ્રમ્પને ખુશ કરવા નવો પ્લાન

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનની અમેરિકાને અરબ સાગરમાં પોર્ટ બનાવવાની ઓફર, ટ્રમ્પને ખુશ કરવા નવો પ્લાન 1 - image


Pakistan Offers US To Build And Run Port : પાકિસ્તાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા માટે નીત નવા તરકટો કરી રહી છે. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાને ટ્રમ્પને શાંતિ નોબલ પુરસ્કાર આપવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત ટ્રમ્પ તાજેતરમાં ગાઝામાં શાંતિ સ્થાપવાની યોજના લાવ્યા હતા, તેનું પણ પાકિસ્તાને સમર્થન કર્યું હતું. હવે પાકિસ્તાને ટ્રમ્પને વધુ ખુશ કરવા માટે વધુ એક ગેમ શરૂ કરી દીધી છે. પાકિસ્તાને અરબ સાગરમાં નવું બંદર બનાવવા તેમજ તેનું સંચાલન કરવા માટે અમેરિકાને ઓફર કરી છે.

મુનીર-ટ્રમ્પની મુલાકાત પહેલા જ તૈયાર કરી દેવાયો હતો પ્રસ્તાવ

બ્રિટિશ મીડિયા રિપોર્ટ મુજબ, પાકિસ્તાની સેના પ્રમુખ ફીલ્ડ માર્શલ આસિમ મુનીર (Pakistan Army Chief Asim Munir)ના સલાહકારોએ નવું બંદર બનાવવાનો અને તેનું સંચાલન કરવાનો પ્રસ્તાવ અમેરિકી અધિકારીઓ સમક્ષ રજૂ કર્યો છે. પાક. સેના પ્રમુખ મુનીર સપ્ટેમ્બરના અંતમાં વોશિંગ્ટન ગયા હતા અને અહીં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ (US President Donald Trump) સાથે મુલાકાત કરી હતી, ત્યારે આ મુલાકાત પહેલા જ પોર્ટ પ્લાન અમેરિકન અધિકારીઓ સમક્ષ રજૂ કરાયો હતો.

આ પણ વાંચો : VIDEO : યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાનો ભીષણ હુમલો, ટ્રેનના ફૂરચાં ઊડ્યાં; 30ના મોત

પોર્ટનો ઉપયોગ માત્ર આર્થિક વિકાસ માટે કરાશે

રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, પ્રસ્તાવ મુજબ કોઈપણ સૈન્ય કાર્યવાહી માટે પોર્ટનો ઉપયોગ કરવાનો નથી, તેનો ઉપયોગ માત્ર આર્થિક વિકાસ પ્રોજેક્ટ હેઠળ કરવાનો છે. પ્રસ્તાવમાં પોર્ટથી પાકિસ્તાનમાં ખનિજ ધરાવતા વિસ્તારો સુધી રેવ નેટવર્ક વિકાસવવાની યોજના પણ સામેલ છે. 

ચીનને પ્રભાવ ઘટાડવાનો પાકિસ્તાનનો પ્રયાસ

આ પ્રસ્તાવને પાકિસ્તાનની આર્થિક કૂટનીતિની નવી દિશા તરીકે જોવામાં આવી રહ્યો છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ચીનની બેલ્ટ એન્ડ રોડ પરિયોજના (BRI) હેઠળ દક્ષિણ-પશ્ચિમી તટ પર સ્થિત ગ્વાદર પોર્ટ પર ચીનનો પ્રભાવ વધેલો છે. ગ્વાદર પોર્ટ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)નો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. બલૂચિસ્તાનમાં અમેરિકી રોકાણની સંભાવના, ચીનના પ્રભાવને સંતુલિત કરવા અને વોશિંગ્ટન સાથે સંબંધો સુધારવા તરફનું એક મોટું પગલું માનવામાં આવે છે. બીજીતરફ મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, આની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. આ પ્રસ્તાવ મામલે અમેરિકન વિદેશ મંત્રાલ, વ્હાઈટ હાઉસ અને પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પણ હુજ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો : ટ્રમ્પના ગાઝા પ્લાનને ઝટકો? અમેરિકાની અપીલ બાદ પણ ઈઝરાયલનો હુમલો, 6ના મોત

Tags :