Pakistan IMF Deal 2026: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવની સીધી અસર પાકિસ્તાનની ડગમગતી અર્થવ્યવસ્થા પર જોવા મળી રહી છે. આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનને ઉગારવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ફરી એકવાર મદદે આવ્યું છે. શુક્રવારે IMF અને પાકિસ્તાન વચ્ચે $1.2 અબજ (આશરે 120 કરોડ ડોલર) ના ફંડિંગ માટે સ્ટાફ-સ્તરની સમજૂતી થઈ છે.
$4.5 અબજ સુધી પહોંચશે કુલ લોનનો આંકડો
આ સમજૂતીને હજુ IMF બોર્ડની અંતિમ મંજૂરી મળવાની બાકી છે. જો મંજૂરી મળી જશે, તો પાકિસ્તાનને એક્સ્ટેન્ડેડ ફંડ ફેસિલિટી હેઠળ $1 અબજ મળશે. રેઝિલિયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી ફેસિલિટી હેઠળ $210 મિલિયન મળશે. આ નવી લોન સાથે પાકિસ્તાનને અત્યાર સુધી મળેલી કુલ રકમ વધીને $4.5 અબજ થઈ જશે. નોંધનીય છે કે, પાકિસ્તાન અત્યાર સુધીમાં $3.3 અબજની લોન મેળવી ચૂક્યું છે.
આ પણ વાંચો : સંકટ સમયની સાંકળ બન્યું ભારત: પડોશી દેશને 38,000 મેટ્રિક ટન ઈંધણનો જથ્થો પહોંચાડ્યો
ઈરાન-અમેરિકા યુદ્ધની પાકિસ્તાન પર અસર
પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે પાકિસ્તાનમાં મોંઘવારી બેકાબૂ બની છે. મોંઘવારી દરમાં ઉછાળો થયો છે અને જાન્યુઆરીમાં મોંઘવારી દર 5.8% હતો. જે ફેબ્રુઆરીમાં વધીને 7% પર પહોંચી ગયો છે. ઈંધણના ભાવમાં ભડકો થયો છે. માર્ચ 2026માં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20% નો તોતિંગ વધારો કર્યો છે. હાલમાં પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત આશરે 321 અને ડીઝલ 335 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઈ છે.
અર્થવ્યવસ્થાનો સંઘર્ષ અને ભાવિ અનુમાન
પાકિસ્તાન હાલમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે વર્લ્ડ બેંક અને IMF સામે હાથ ફેલાવી રહ્યું છે. નિષ્ણાતોના મતે પાકિસ્તાન અત્યારે વિકાસશીલ દેશોની શ્રેણી કરતા પણ નીચે જઈ રહ્યું છે. GDP ગ્રોથમાં IMFના અંદાજ મુજબ વર્ષ 2026માં પાકિસ્તાનનો GDP ગ્રોથ 3.6% રહેવાની શક્યતા છે. ખાદ્ય પદાર્થો, વીજળી અને ઈંધણના વધતા ભાવ પાકિસ્તાની જનતા માટે આફત સમાન બન્યા છે.


