World

ઈરાન-અમેરિકાની બબાલ વચ્ચે નવી મુસીબત, એડનની ખાડીમાં સમુદ્રી ચાંચિયા ઓઈલ ટેન્કર લૂંટી ગયા

By GS Team
3 May 20262 mins read
TukuTouch Logo
એક તરફ 28 ફેબ્રુઆરીથી અમેરિકા-ઈઝરાયલ ગઠબંધન અને ઈરાન વચ્ચે મહાયુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે હોર્મુઝની ખાડીમાં શિપિંગ પહેલેથી જ પ્રભાવિત છે, ત્યાં હવે દરિયાઈ લૂંટારુઓ (Pirates) પણ સક્રિય થયા છે. એડનની ખાડીમાં યમન તટ પાસે લૂંટારુઓએ 'યુરેકા' નામના ઓઈલ ટેન્કર પર કબજો જમાવી તેને સોમાલિયા તરફ વાળી દીધું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-અમેરિકાની બબાલ વચ્ચે નવી મુસીબત, એડનની ખાડીમાં સમુદ્રી ચાંચિયા ઓઈલ ટેન્કર લૂંટી ગયા

પ્રતિકાત્મક તસવીર 



Yemen Oil Tanker Hijack : એક તરફ 28 ફેબ્રુઆરીથી અમેરિકા-ઈઝરાયલ ગઠબંધન અને ઈરાન વચ્ચે મહાયુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે હોર્મુઝની ખાડીમાં શિપિંગ પહેલેથી જ પ્રભાવિત છે, ત્યાં હવે દરિયાઈ લૂંટારુઓ (Pirates) પણ સક્રિય થયા છે. એડનની ખાડીમાં યમન તટ પાસે લૂંટારુઓએ 'યુરેકા' નામના ઓઈલ ટેન્કર પર કબજો જમાવી તેને સોમાલિયા તરફ વાળી દીધું છે.

જાણો શું છે સમગ્ર ઘટના 

યમનના શબવા પ્રાંત પાસે અજ્ઞાત હુમલાખોરો જબરદસ્તી ટેન્કર પર ચઢી ગયા હતા અને તેનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું હતું. આ ટેન્કરનું નામ 'યુરેકા' છે અને તે ટોગોના ધ્વજ (Togolese flag) સાથે મુસાફરી કરી રહ્યું હતું. તેને છેલ્લે માર્ચના અંતમાં યુએઈના ફુજૈરાહ બંદરે જોવામાં આવ્યું હતું.

યમનના કોસ્ટ ગાર્ડે શું કહ્યું? 

યમન કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, ટેન્કરનું લોકેશન મળી ગયું છે અને તેના પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. લૂંટારુઓ તેને સોમાલિયાના કિનારા તરફ લઈ જઈ રહ્યા છે. સોમાલિયાના કિનારે વર્ષ 2011માં દરિયાઈ લૂંટની ઘટનાઓ ચરમસીમાએ હતી, જે આંતરરાષ્ટ્રીય દબાણને કારણે ઘટી હતી. પરંતુ હાલના અઠવાડિયામાં આ હુમલાઓ ફરી વધ્યા છે. યુરોપિયન યુનિયનના નૌકાદળ મિશન મુજબ, એપ્રિલના અંતમાં જ ત્રણ મોટા હુમલા નોંધાયા હતા.

પહેલાથી જ દુનિયામાં ઓઈલ સંકટ 

આ પ્રદેશમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે શિપિંગ રૂટ પહેલેથી જ જોખમમાં છે અને દુનિયા સામે ઓઈલ સંકટ સર્જાયું છે.  જોકે, આ અપહરણનો યુદ્ધ સાથે સીધો સંબંધ હોવાના પુરાવા હજુ મળ્યા નથી, પરંતુ લૂંટારુઓની સક્રિયતાએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. યમન પ્રશાસન અત્યારે આંતરરાષ્ટ્રીય સહયોગથી ટેન્કર અને તેના ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત મુક્ત કરાવવાના પ્રયાસો કરી રહ્યું છે.