અમેરિકામાં એક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેલ ખાલી આ પરિસ્થિતિમાં NOTAM - જારી કરવામાં આવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ન્યૂયોર્ક રાજ્યનાં અકટોવાગા શહેરનાં બફેલો નિયાગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેલ ખત્મ થઈ જતાં રીફયુએલિંગ કરી ન શકાયું
ન્યૂયોર્ક : વિશ્વના સૌથી સમૃધ્ધ વધુ શક્તિશાળી અને સૌથી વધુ સુવ્યવસ્થિત દેશમાં એક હાસ્યાસ્પદ ઘટના બની છે. અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં સીકટોવાગા શહેર સ્થિત બફેલો નિયાગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં વિમાનો માટેનું વિશિષ્ટ પેટ્રોલ એટીએફ (એર ટ્રાફિક ફયુએલ) ખત્મ થઇ જતાં અહીંથી ઉડનારા તમામ વિમાનો ગ્રાઉન્ડ રહ્યા છે. જયારે બહારથી આવતા વિમાનો જેમની પાસે એટીએફ ખૂટી ગયું હોય તે વિમાનો પણ રીફયુએલિંગના અભાવે એરપોર્ટ ઉપર જ પડી રહ્યા છે.
આ પરિસ્થિતિને એરપોર્ટ ઓથોરીટીઝે નોટએએમ તરીકે જાહેર કરી દીધી છે.
વાસ્તવમાં કોઇ પણ એરપોર્ટ, રનવે, હવાઈ માર્ગ, કે એર સ્પેસમાં કોઇ અસામાન્ય કે અસ્થાયી સ્થિતિ ઉભી થાય તો NOTAM જાહેર કરી દેવાય છે.
આ NOTAM નું ફૂલ ફોર્મ છે : નોટિસ ટુ એસ્મેન કિંવા નોટિસ ટુ એર મિશન્સ તેવું છે. એટલે કે કોઈ અસ્થિર પરિસ્થિતિ ઉભી થાય, તો તેની માહિતી પાયલોટને પહેલેથી જ આપવી અનિવાર્ય છે.
મીડીયા રિપોર્ટ પ્રમાણે અમેરિકાની એક મોટી એરલાઇન્સ કંપનીએ પોતાના વિમાનોને સૂચના આપી છે કે આ બફેલો એરપોર્ટ પર આવતા પહેલા બાજુના કોઇ એરપોર્ટ પર ઉતરી રી-ફયુએલિંગ કરવું. કારણ કે આ બફેલો એરપોર્ટ પર એટીએફ નથી.
વાસ્તવમાં આ બફેલો નિયાગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ એક નાનું એવું એરપોર્ટ છે. અહીં ઇંધણ, પાઇપ લાઇન દ્વારા નહીં પરંતુ ટ્રકો દ્વારા લાવવામાં આવે છે. પરંતુ ટ્રકો કોઈ અજ્ઞાત કારણસર પહોંચી શક્યા ન હતા. તેથી આ તેલની કમી ઉભી થઇ હતી.
ટૂંકમાં તેલની ઉણપે તો દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યાં આવા નાનકડા એરપોર્ટ પર વિમાની તેલ (એટીએફ) ખૂટી પડે તેમાં કશું આશ્ચર્ય નથી. તેલ પૂરવઠો જળવાઈ રહે તે આશ્ચર્ય છે.









