Get The App

ભારત પર ટેરિફ મુદ્દે વ્હાઈટ હાઉસના ઝેરીલા નિવેદન, યુક્રેન યુદ્ધમાં ફંડિંગના આરોપ સહિત સંખ્યાબંધ ફરિયાદ

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
ભારત પર ટેરિફ મુદ્દે વ્હાઈટ હાઉસના ઝેરીલા નિવેદન, યુક્રેન યુદ્ધમાં ફંડિંગના આરોપ સહિત સંખ્યાબંધ ફરિયાદ 1 - image


US India Trade Relation: અમેરિકાએ ભારત વિરૂદ્ધ વિવાદિત આક્ષેપો કરી 25 ટકા ટેરિફ તથા મસમોટી પેનલ્ટી લાદી છે. આટલેથી જ ન અટકતાં અમેરિકાના વહીવટી તંત્ર દ્વારા ભારત પર વિવિધ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. હાલમાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગીએ ભારત પર આરોપ મૂક્યો છે કે, તે (ભારત) એક બાજુ વિશ્વ સમક્ષ અમેરિકાને પોતાના સૌથી ગાઢ મિત્ર કહે છે, જ્યારે બીજી બાજુ અમારી પર ભારે ભરખમ ટેરિફ લાદે છે. ઈમિગ્રેશન પોલિસીમાં પણ અનેક ગેરરીતિ કરે છે, વધુમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી તેને યુક્રેન સાથે યુદ્ધ કરવામાં આર્થિક સહાય પૂરી પાડે છે.

વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે મીડિયા સાથેની વાતચીતમાં ભારત પર આક્ષેપો મૂકતાં કહ્યું હતું કે, ‘ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી યુદ્ધમાં અપાઈ રહેલી આર્થિક સહાય સ્વીકાર્ય નથી. લોકોને જાણીને આશ્ચર્ય થશે કે, રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા મામલે ભારત ચીનની સમકક્ષ છે.’

આ પણ વાંચોઃ અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી

અમને ગાઢ મિત્ર કહે છે, પણ ટેરિફ સૌથી વધુ વસૂલે છેઃ મિલર

મિલરે આગળ કહ્યું કે, આ એક આશ્ચર્યજનક તથ્ય છે કે, ભારત વિશ્વ સમકક્ષ અમને (અમેરિકા) સૌથી ગાઢ મિત્ર ગણાવે છએ, પરંતુ અમારી પ્રોડક્ટ્સ સ્વીકાર કરતો નથી. તે અમારા પર ઊંચો ટેરિફ વસૂલે છે. તે ઈમિગ્રેશન પોલિસીમાં અનેક ગેરરીતિ આચરે છે. જે અમેરિકાના કારીગરો માટે નુકસાનકારક છે. અમે ફરી એક વખત જોઈ રહ્યા છીએ કે, તે રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહ્યું છે. ટ્રમ્પ એક મજબૂત સંબંધ ઈચ્છે છે. ભારત અને વડાપ્રધાન મોદી સાથે અમારા સંબંધ હંમેશા મજબૂત રહ્યા છે. પરંતુ અમેરિકાએ યુક્રેન યુદ્ધમાં આર્થિક સહાય પ્રદાન કરનારાઓ વિશે ગંભીરતાપૂર્વક વિચારવુ પડશે.

આ દરમિયાન મિલરે યુક્રેન યુદ્ધની પણ વાત છેડી. તેમણે કહ્યું કે, ટ્રમ્પ હંમેશા કહે છે કે અમેરિકા પાસે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે વ્યૂહનીતિ, આર્થિક સહિતના અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે. આ વિકલ્પોની મદદથી અમે શાંતિ સ્થાપિત કરી શકીશું અને આ યુદ્ધનો અંત લાવીશું, જેના માટે ડેમોક્રેટ પાર્ટી તથા અમેરિકાના પૂર્વ પ્રમુખ બાઈડેન જવાબદાર છે.

ભારતની અમેરિકા સાથે વેપાર ખાધ વધુ

ટ્રમ્પે ગત સપ્તાહે કહ્યું હતું કે, ભારત સાથે અમેરિકાની વેપાર ખાધ અત્યંત વધુ છે. ભારત અમારો મિત્ર દેશ છે, પરંતુ અમે છેલ્લા કેટલાક વર્ષોથી તેની સાથે વેપાર ઘટાડ્યો છે. કારણકે, તે ઊંચો ટેરિફ વસૂલે છે. જે વિશ્વમાં સૌથી વધુ છે. અન્ય દેશની તુલનાએ તેની સાથે સૌથી કઠોર વેપાર પડકારો છે. 

ભારત પર ટેરિફ મુદ્દે વ્હાઈટ હાઉસના ઝેરીલા નિવેદન, યુક્રેન યુદ્ધમાં ફંડિંગના આરોપ સહિત સંખ્યાબંધ ફરિયાદ 2 - image

Tags :