Get The App

હજારો સૈનિક અને લાખો ખતરનાક તોપ..., રશિયાની ખુલ્લેઆમ મદદ કરી રહ્યું છે નોર્થ કોરિયા, યુક્રેનનો મોટો દાવો

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
હજારો સૈનિક અને લાખો ખતરનાક તોપ..., રશિયાની ખુલ્લેઆમ મદદ કરી રહ્યું છે નોર્થ કોરિયા, યુક્રેનનો મોટો દાવો 1 - image


Russian-Ukraine War : રશિયા-યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો એકબીજા પર મિસાઈલ, રૉકેટ સહિતના હથિયારોથી હુમલા કરી રહ્યા છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે, ત્યારે યુદ્ધ ભયાનક થવાના સંકેત મળી રહ્યા છે. યુક્રેનના ગુપ્તચર વડા કિરિલો બુદાનોવાએ દાવો કર્યો છે કે, ‘ઉત્તર કોરિયાએ રશિયાને 40 ટકા દારુગોળો આપવાની તૈયારી કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઉત્તર કોરિયાએ રશિયાને મોટીપ્રમાણમાં બેલેસ્ટિક મિસાઈલો અને આર્ટિલરી સિસ્ટમ આપી છે.’ 

યુક્રેનના દાવાથી ભયાનક યુદ્ધના સંકેત

યુદ્ધની કમઠાણ વચ્ચે એકતરફ રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે (Russian Foreign Minister Sergey Lavrov) ઉત્તર કોરિયા જઈ તાનાશાહ કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરી છે, ત્યારે કિરિલોનો આ દાવો ભયાનક યુદ્ધના સંકેત આપી રહ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, જૂન-2024માં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને (North Korea Supreme Leader Kim Jong Un) સૈન્ય સંબંધો મજબૂત કરવા માટે સમજૂતી કરાર કર્યા હતા. આ જ કરાર હેઠળ ઉત્તર કોરિયાએ રશિયાની મદદ કરવા માટે કથિત હજારો સૈનિકો અને લાખો તોપ મોકલ્યા છે. કિમે કોઈપણ શરત વગર યુદ્ધમાં રશિયાને સમર્થન આપવાની કસમ ખાધી છે.

અમેરિકાએ યુક્રેનને આપી ડિફેન્સ સિસ્ટમ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને એર ડિફેન્સ સિસ્ટમ હથિયારો સહિત મહત્ત્વના અનેક હથિયારો આપવાનો આદેશ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ‘પુતિન લોકો સાથે સારો વ્યવહાર કરી રહ્યા નથી. તેઓ અનેક લોકોને મારી રહ્યા છે. મને પુતિન તરફથી અનેક બકવાસ સાંભળવા મલી છે.’

આ પણ વાંચો : દુનિયા સામે નવું સંકટ : લાલ સાગરમાં હુથી બળવાખોરોએ 1 અઠવાડિયામાં 2 જહાજ ડૂબાડ્યાં

યુક્રેનની યુદ્ધવિરામ કરવાની ઈચ્છા

ટ્રમ્પે કહ્યું કે, યુક્રેનના સૈન્ય વડા કિરિલો બુદાનોવાએ અમેરિકન એર ડિફેન્સ સિસ્ટમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પુતિને યુદ્ધવિરામની વાતચીત કરવા માટે ગયા અઠવાડિયે પુતિનને ફોન કરી કહ્યું હતું કે, રશિયા યુદ્ધમાંથી પાછીપાની નહીં કરે. ક્રેમલિને કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત દરમિયાન કહ્યું હતું કે રશિયા યુક્રેન સામે પોતાનું અભિયાન ચાલુ રાખશે જ્યાં સુધી બધા લક્ષ્યો પ્રાપ્ત ન થાય. કિરિલોએ કહ્યું કે, આ વર્ષના અંત સુધીમાં યુદ્ધવિરામ થઈ જવું જોઈએ. યુદ્ધવિરામ માટે રશિયા, યુક્રેન, અમેરિકાની જરૂર છે. રશિયાએ તાજેતરમાં જ યુક્રેન પર રેકોર્ડ સંખ્યામાં ડ્રોન હુમલા કર્યા હતા. તેણે 9 જુલાઈએ યુક્રેન પર 728 ડ્રોન ઝિંક્યા હતા, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટાપાયે નુકસાન થયું છે.

આ પણ વાંચો : અમેરિકા સહિત 3 દેશોને રશિયાની સીધી ધમકી, ઉત્તર કોરિયાને નિશાન બનાવ્યું તો સમજી લેજો...

Tags :