અમેરિકા સહિત 3 દેશોને રશિયાની સીધી ધમકી, ઉત્તર કોરિયાને નિશાન બનાવ્યું તો સમજી લેજો...
Russia Warns US and Allies: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે શનિવારે (12 જુલાઈ) ઉત્તર કોરિયાના પૂર્વી શહેર વોનસાનમાં અમેરિકન નેતૃત્વવાળા સુરક્ષા ગઠબંધનના હુમલા સામે કડક ચેતવણી આપી હતી. લાવરોવે અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનને ઉત્તર કોરિયા સામે કોઈપણ સૈન્ય ગઠબંધનથી દૂર રહેવાનું કહ્યું. તેમનું આ નિવેદન ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથેની મુલાકાત બાદ આવ્યું છે, જ્યાં તેમણે પ્રમુખ વ્લાદિમીર પુતિન તરફથી શુભકામના પહોંચાડી હતી.
અમે ચેતવણી આપીએ છીએઃ રશિયન વિદેશ મંત્રી
લાવરોવે ઉત્તર કોરિયાના વિદેશ મંત્રી ચોએ સોન હુઈ સાથે વાટાઘાટો કર્યા બાદ પત્રકારો સાથે વાતચીચત દરમિયાન કહ્યું કે, 'અમે ચેતવણી આપીએ છીએ કે, આ સંબંધનો ઉપયોગ કોઈપણ દેશ, ખાસ કરીને ઉત્તર કોરિયા અથવા રશિયાની વિરોધમાં ગઠબંધન બનાવવા માટે ન કરવામાં આવે.'
અમેરિકાએ કરી એર ડ્રિલ
નોંધનીય છે કે, આ ટિપ્પણી એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમના જવાબમાં પોતાના ત્રિપક્ષીય સૈન્ય અભ્યાસોને તેજ કરે છે. શુક્રવારે (11 જુલાઈ) ત્રણેય દેશોએ કોરિયાના પ્રાયદ્વીપ પાસે એક સંયુક્ત એર ડ્રિલ કરી, જેમાં અમેરિકાના પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ બોમ્બર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ઉત્તર કોરિયા આ સૈન્ય અભ્યાસોના હુમલાની તૈયારીના રૂપે જુએ છે અને તેથી તે પોતાના પરમાણુ હથિયારોની આત્મરક્ષાના સાધન તરીકે દર્શાવવામાં આવે છે.
આ મુદ્દે લાવરોવે કહ્યું કે, 'ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ તેમના વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ છે. અમે તેમના પરમાણુ વિકાસ પાછળનું કારણ સમજીએ છીએ અને તેનું સન્માન કરીએ છીએ.'
ઉ. કોરિયા કોઈપણ શરત વિના રશિયાનું સમર્થન કરે છે
બેઠક દરમિયાન ઉત્તર કોરિયાના વિદેશ મંત્રીએ એ વાતનું પુનરાવર્તન કર્યું કે, અમારો દેશ રશિયા-યુક્રેન યુદ્ધમાં કોઈપણ શરત વિના રશિયાનું સમર્થન કરીએ છીએ. લાવરોવે પણ ઉત્તર કોરિયાના સૈનિકોનો રશિયાના કુર્સ્ક બૉર્ડર ક્ષેત્રમાં યુક્રેની ઘુસણખોરી રોકવામાં આપવામાં આવેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો.
ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચે છેલ્લાં અનેક વર્ષોમાં સૈન્ય અને આર્થિક સહયોગ વધ્યો થયો છે. ઉત્તર કોરિયા રશિયાને હથિયાર અને વિસ્ફોટકો આપે છે. જોકે, રશિયા તેના બદલે સૈન્ય ટેક્નિક અને આર્થિક સહાય પ્રદાન કરે છે. જેનાથી અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાની ચિંતા વધી છે. રશિયા ઉત્તર કોરિયાને એવી સંવેદનશીલ ટેક્નિક ન આપે, જેના કારણે પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમ વધુ ખતરનાક બની જાય.
ઉત્તર કોરિયામાં પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન
લાવરોવની આ યાત્રા દરમિયાન વોનસાન શહેર પહોંચ્યા હતા, જ્યાં ઉત્તર કોરિયાએ થોડા સમય પહેલાં જ એક ભવ્ય સમુદ્રી રિસોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં 20 હજાર લોકો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લાવરોવે આ બેઠકની શરૂઆતમાં કહ્યું હતું કે, 'મને વિશ્વાસ છે કે, રશિયન પર્યટકો અહીં આવવા ઈચ્છશે. અમે તેમને અહીં લાવવા માટે દરેક સંભવ સુવિધા ઉપલબ્ધ કરાવીશું, જેમાં હવાઈ મુસાફરીનો પણ સમાવેશ થાય છે.'
નોંધનીય છે કે વોનસાન-કાલ્મા ટૂરિસ્ટ ઝોન ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની યોજનાનો એક ભાગ છે જે પર્યટન દ્વારા દેશની ભાંગી પડેલી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા ઈચ્છે છે. જો કે, હજુ સુધી તે સ્પષ્ટ નથી કે ઉત્તર કોરિયા તેની સરહદો ક્યારે સંપૂર્ણપણે ખોલશે અને શું તે પશ્ચિમી પ્રવાસીઓનું સ્વાગત કરશે.