હિજાબ નહીં તો ઈન્ટરવ્યુ નહીં: ઈરાનના રાષ્ટ્રપતિએ અમેરિકી મહિલા પત્રકારને પરત મોકલ્યા


- ક્રિસ્ટિયનને કહેવામાં આવ્યું હતું કે, મુહર્રમનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે માટે તેણે હેડસ્કાર્ફ પહેરવો પડશે

વોશિંગ્ટન, તા. 23 સપ્ટેમ્બર, 2022, શુક્રવાર

ઈરાનમાં 22 વર્ષીય મહસા અમીની નામની યુવતીનું હિજાબ ન પહેરવા બદલ ધરપકડ બાદ પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. ત્યારબાદ ભારે વિરોધ ફાટી નીકળ્યો છે અને લાખો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવા ઉગ્ર માહોલ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ હિજાબ ન પહેરવા બદલ અમેરિકી મહિલા પત્રકારને ઈન્ટરવ્યુ આપવાનો ઈનકાર કરી દીધો છે. 

આ પણ વાંચોઃ ઈરાનમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ વધ્યું, મૃત્યુઆંક 32ને પાર

મિડલ ઈસ્ટ દેશમાં પહેલેથી જ હિજાબ મામલે ભારેલો અગ્નિ છે અને હિજાબ નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસ કસ્ટડીમાં પુરવામાં આવેલી યુવતીના મોત બાદ દેશવાસીઓમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ બધા વચ્ચે ઈન્ટરનેશનલ એન્કર ક્રિસ્ટિયન એમનપોર ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનો ઈન્ટરવ્યુ લેવાની હતી. જોકે તેણીએ હિજાબ પહેરવાનો ઈનકાર કર્યો એટલે તે રદ્દ થયો છે. 

ક્રિસ્ટિયને આ અંગેની ટ્વિટમાં લખ્યું હતું કે, તેને હેડસ્કાર્ફ પહેરવા માટે કહેવામાં આવ્યું પરંતુ તેણે એમ કરવા મનાઈ કરી દીધી. ત્યાર બાદ અચાનક જ ઈન્ટરવ્યુ રદ્દ કરી દેવામાં આવ્યું. 

40 મિનિટ સુધી જોઈ રાહ

ક્રિસ્ટિયને 40 મિનિટ સુધી ઈન્ટરવ્યુ માટે ઈરાની રાષ્ટ્રપતિની રાહ જોઈ હતી પરંતુ તેઓ નહોતા આવ્યા. તેણીને કહેવામાં આવ્યું હતું કે, મુહર્રમનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે માટે તેણે હેડસ્કાર્ફ પહેરવો પડશે. જવાબમાં તેણે 'અમે ન્યૂયોર્કના છીએ અને ત્યાં હેડસ્કાર્ફ માટે આવો કોઈ કાયદો લાગુ નથી' તેમ કહ્યું હતું. સાથે જ અગાઉ કોઈ ઈરાની રાષ્ટ્રપતિએ પોતાના પાસે તેમના ઈરાનથી બહાર ઈન્ટરવ્યુ દરમિયાન આવી માગણી નથી કરી તેમ પણ જણાવ્યું હતું. 


City News

Sports

RECENT NEWS