For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ભારત પર આરોપ મૂકવા કેનેડાની રાજકીય મજબૂરી...' નિજ્જર કાંડમાં જયશંકરે સંભળાવી ખરી-ખોટી

Updated: May 5th, 2024

'ભારત પર આરોપ મૂકવા કેનેડાની રાજકીય મજબૂરી...'   નિજ્જર કાંડમાં જયશંકરે સંભળાવી ખરી-ખોટી

MEA: વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar)એ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની હત્યા પર કેનેડામાં જે કંઈ થઈ રહ્યું છે તે તેમની આંતરિક રાજનીતિને કારણે છે. આ હત્યાકાંડને ભારત સાથે કોઈ લેવાદેવા નથી.

શું કહ્યું વિદેશમંત્રી એસ. જયશંકરે

વિદેશમંત્રી (Foreign Minister)એ જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) દ્વારા ભારતની ટીકા પર પૂછવામાં આવેલા સવાલ પર  આ ટિપ્પણી કરી હતી. પત્રકારો સાથે વાત કરતા જયશંકરે કહ્યું હતું કે, 'ખાલિસ્તાન સમર્થકોનો એક વર્ગ કેનેડાની લોકશાહીનો ઉપયોગ કરીને ત્યાં લોબી બનાવી રહ્યો છે અને ત્યાં તેઓ એક વોટબેંક બની ગયા છે. કેનેડામાં સત્તાધારી પક્ષ પાસે સંસદમાં બહુમતી નથી અને કેટલાક પક્ષો ખાલિસ્તાન તરફી નેતાઓ પર નિર્ભર છે.' વિદેશમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, 'અમે તેમને ઘણી વખત સમજાવ્યું છે કે તેઓ એવા લોકોને વિઝા, કાયદેસરતા અથવા રાજકીય જગ્યા ન આપે જેઓ ભારત-કેનેડા સંબંધો માટે પણ સમસ્યા સર્જી રહ્યા છે. પરંતુ કેનેડાએ કંઈ કર્યું નથી.'

કેનેડાએ નિજ્જરના કથિત હત્યારાઓની તસવીરો જાહેર કરી

કેનેડિયન પોલીસે ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના ત્રણ કથિત હત્યારાઓની તસવીરો જાહેર કરી છે. તેમની ઓળખ કરણ બ્રાર (22), કમલપ્રીત સિંહ (22) અને કરણપ્રીત સિંહ (28) તરીકે થઈ છે. ત્રણેય ભારતીય નાગરિક છે અને કેનેડાના એડમોન્ટનમાં રહે છે. તેમની સામે હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાના આરોપો દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે શુક્રવારે તેની ધરપકડ કરી હતી.

Article Content Image

Gujarat