For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિટામિન- સી અને ઝિંકથી કોવિડ-19 સામે લડવામાં કોઇ મદદ મળતી નથી: રિસર્ચ

જોન હોપકિન્સનાં ડો. એરિન મિચોસ અને હ્યુસ્ટનનાં ડો. મિગુએલ કૈનજોસે કર્યું આ સંસોધન

Updated: Feb 14th, 2021

Article Content Imageવોંશિગ્ટન, 14 ફેબ્રુઆરી 2021 રવિવાર

વૈજ્ઞાનિકોને નવા સંસોધનમાં જાણવા મળ્યું છે કે વિટામિન સી અને ઝિંકનાં ઉપયોગથી કોવિડ-19થી લડવામાં મદદ મળતી નથી, અત્યાર સુધી તેવું કહેવામાં આવતું નથી કે તેનાં સેવનથી કોરોના વાયરસ સામેની લડાઇમાં રોગપ્રતિકાર શક્તિ મજબુત મળે છે. 

આ નવી સ્ટડી જામા નેટવર્ક ઓપનમાં છુપાયું છે, જેમાં જણાવાયું છે કે તેના સેવનથી કોઇ ફાયદો નથી થયો, જોન હોપકિન્સનાં ડો. એરિન મિચોસ અને હ્યુસ્ટનનાં ડો. મિગુએલ કૈનજોસે જણાવ્યું કે દુખની વાત છે કે વિટામિન સી અને ઝિંકનાં સેવનથી કોવિડ-19 સામે લડવાનાં ફાયદાની વાત સંપુર્ણપણે સાચી નથી. 

214 લોકો પર તેનો ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવ્યો હતો, તેમાં તેના ત્રણ ગ્રૃપને વિટામિન સી અને ઝિંકનાં હાઇ ડોઝ આપવામાં આવ્યા હતાં, આ તમામ લોકો ઘરમાં જ રહીને કોવિડ-19ની સારવાર કરાવી રહ્યા હતાં, ચોથા ગ્રૃપને બંને સપ્લીમેન્ટ આપવામાં આવ્યા ન હતાં, પરંતું પુરતો આરામ, દવાઓ અને અન્ય મેડિકલ સુવિધાઓ આપવામાં આવી હતી. 

ક્લીવલેન્ડ ક્લિનિકનાં કાર્ડિયોલોજીસ્ટ ડો. મિલિંદ દેસાઇ અને તેમની ટીમને જણાયું કે ઝિંક ગ્લૂકાનેટની હાઇ ડોઝ, એસ્કોર્બિક એસિડ (વિટામિન સી) આ બંને સપ્લીમેન્ટથી કોવિડ-19 નાં લક્ષણો ઓછા થયા ન હતાં.

જો કે આ હાઇ ડોઝનાં કારણે કેટલીક સાઇડ ઇફેક્ટ જોવા મળી, ડો. મિચોલે જણાવ્યું કે દર્દીઓને ડાયેરિયા, શરદી, સળેખમ, પેટમાં દુખાવો જેવી ફરિયાદો શરૂ થઇ ગઇ.

Gujarat