World

બે-ત્રણ દિવસ નહીં, માત્ર 24 કલાક માટે જ નેપાળના PM બાલેન્દ્ર શાહ ભારત આવશે

By GS Team
18 Nov 20262 mins read
TukuTouch Logo
નેપાળના વડાપ્રધાન બાલકૃષ્ણ શાહ 22 નવેમ્બરે ભારતની 24 કલાકની ટૂંકી મુલાકાતે નવી દિલ્હી આવશે. તેઓ રેલ, માર્ગ, હવાઈ સંપર્ક, વ્યાપાર અને પર્યટન સહિત અનેક મુદ્દાઓ પર મંત્રણા કરશે. તેમની સાથે 4 મંત્રીઓ અને ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિમંડળ પણ જોડાશે. જોકે, તેમની આટલી ટૂંકી મુલાકાત પાછળના કારણો અસ્પષ્ટ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બે-ત્રણ દિવસ નહીં, માત્ર 24 કલાક માટે જ નેપાળના PM બાલેન્દ્ર શાહ ભારત આવશે
  • તેઓ રેલવે, માર્ગ, હવાઈ સંપર્ક, વ્યાપાર અને પર્યટન સહિત અનેક મુદ્દાએ મંત્રણા કરશે : વડાપ્રધાન

નવી દિલ્હી, કાઠમંડુ : નેપાળના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવવાના છે. તેઓ ભારત-યાત્રા દમરિયાન રેલ, માર્ગ, હવાઈ સંપર્ક તથા પાયાની સવલતોના વિકાસ, વ્યાપાર અને પર્યટન સહિત અનેક વિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરશે.
૨૭મી માર્ચે પદભાર સંભાળ્યા પછી હજી સુધી બાલેન્દ્ર શાહ કોઈ દેશની મુલાકાતે ગયા નથી. જો કે સપ્ટેમ્બરમાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપવા અમેરિકા ગયા હતા. તે સિવાય તેઓ કોઈ દેશની મુલાકાતે ગયા નથી.
પહેલાં તો તેમ જાહેર કરાયું હતું કે તેઓ ૨થી ૩ દિવસ ભારત યાત્રાએ આવવાના છે પરંતુ પછીથી જાહેર કરાયું કે તે યાત્ર ૨૪ કલાકની જ હશે.
બાલેન્દ્ર શાહે અચાનક તેમની ભારત યાત્રા ટુંકાવી કેમ દીધી તે માટે કશું સત્તાવાર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. તેમજ આ નવો કાર્યક્રમ નેપાળના વડાપ્રધાનોની પરંપરાથી જુદો પણ છે. સામાન્ય પરંપરા તેવી રહી છે કે નેપાળમાં વડાપ્રધાન પદે આવ્યા પછી દરેક વડાપ્રધાનો સૌથી પહેલાં ભારતની મુલાકાતે જાય છે અને તે મુલાકાત ૩થી ૪ દિવસની હોય છે. તેમાં નવી દિલ્હી બહારના પણ કેટલાયે કાર્યક્રમો હોય છે. આમ છતાં બાલેન્દ્ર શાહની આટલી ટૂંકી મુલાકાત આશ્ચર્ય ઉપજાવે છે.
બીજી તરફ નેપાળનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા લોકબહાદૂર છેત્રીએ કહ્યું હતું કે વિદેશ મંત્રાલય, તેઓની આગામી વિદેશ યાત્રાની તૈયારીમાં વ્યસ્ત છે. વડાપ્રધાન ૨૨ નવેમ્બરે દિલ્હી પહોંચશે. તેમની સાથે ૪ મંત્રીઓ પણ ભારત જશે. તેમાં વિદેશમંત્રી, વિત્ત મંત્રી, બુનિયાદી માળખા મંત્રી, પર્યટન તથા નાગરિક ઉડ્ડયન મંત્રી તેમજ ઊર્જા એવં જલ સંસાધન મંત્રી સામેલ હશે. ઉપરાંત કેટલાય વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ હશે. તેઓ ભારતના ઉદ્યોગપતિઓ તથા મોટા વ્યાપારીઓનાં પ્રતિનિધિ મંડળ સાથે મંત્રણા કરશે. તેઓ નેપાળમાં નિવેશ તથા કાર્યવાહી વિશે પણ ચર્ચા કરશે.
આ બધું સ્વીકારી લઇએ તો પણ તે યક્ષ પ્રશ્ન તો અનુત્તર રહે છે કે ૨૪ કલાકમાં આ બધું થઇ કેમ શકશે ? અચાનક યાત્રા ટૂંકાવવા પાછળ ચીનનો દોરી સંચાર હશે ? નેપાળમાં આવેલાં વિનાશક પૂરો સમયે ભારતે કરેલી અસામાન્ય સહાય બાલેન્દ્ર શાહ ભૂલી ગયા છે ?