World

નેપાળના PM બાલેન શાહનો પ્રથમ ભારત પ્રવાસ, 2 અબજ ડોલરની આર્થિક મદદ પર રહેશે નજર

By GS Team
18 Nov 20261 min read
TukuTouch Logo
નેપાળના વડાપ્રધાન બાલેન શાહ 22 અને 23 નવેમ્બર, 2026ના રોજ પ્રથમ સત્તાવાર ભારત પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ₹18,000 કરોડના આર્થિક પેકેજનો પ્રસ્તાવ મૂકશે. PM મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ અને વિદેશ મંત્રી જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠકો યોજાશે. પૂર પ્રભાવિત વિસ્તારોના પુનર્નિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ભાર મુકાશે. ભારતના નવા રાજદૂત સુધાકર દલેલાએ તેમની મુલાકાત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળના PM બાલેન શાહનો પ્રથમ ભારત પ્રવાસ, 2 અબજ ડોલરની આર્થિક મદદ પર રહેશે નજર

Nepal PM Balen Shah First India Visit On November: નેપાળના વડાપ્રધાન બાલેન શાહ 22 અને 23 નવેમ્બર 2026ના રોજ પોતાના પ્રથમ સત્તાવાર પ્રવાસે ભારત આવી રહ્યા છે. વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ ભારત યાત્રા છે, જેના પર બંને દેશોની નજર રહેશે. આ મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન નેપાળ તરફથી ભારત સમક્ષ આશરે 2 અબજ ડોલર એટલે કે ₹ 18,000 કરોડના મોટા આર્થિક પેકેજનો પ્રસ્તાવ મૂકવામાં આવશે.

PM મોદી સાથે દ્વિપક્ષીય બેઠક અને આર્થિક પેકેજનો પ્રસ્તાવ

આર્થિક સહયોગ અને પુનઃનિર્માણ: નેપાળ દ્વારા રજૂ કરાનારા ₹18,000 કરોડના આર્થિક પેકેજમાં પૂર પ્રભાવિત વિસ્તારોના પુનઃનિર્માણ માટે આર્થિક સહાય, રાહત દરે લોન (Concessional Loans) અને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

ઉચ્ચ સ્તરીય મુલાકાતો: ભારત પ્રવાસ દરમિયાન બાલેન શાહ 23 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે, જેમાં કનેક્ટિવિટી અને અટકેલા પ્રોજેક્ટ્સને આગળ વધારવા પર ચર્ચા થશે.

ભારતના નવા રાજદૂતે બાલેન શાહ સાથે કરી મુલાકાત

બીજી તરફ, નેપાળમાં ભારતના નવા રાજદૂત સુધાકર દલેલાએ 18 નવેમ્બરના રોજ કાઠમંડુના સિંહદરબાર ખાતે વડાપ્રધાન બાલેન શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન PM બાલેન શાહે નેપાળમાં રસુવા-ભોટેકોશી પૂર બાદ ભારત સરકાર દ્વારા અપાયેલી મદદ બદલ આભાર માન્યો હતો અને પોતાના આગામી ભારત પ્રવાસની તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી.